ચૂંટણી:અંકલેશ્વરની 43 ગ્રામ પંચાયતના એક લાખ મતદારો પ્રતિનિધી ચૂંટશે

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 126 બુથમાં બેલેટ પેપર દ્વારા મતદાન કરાશે

અંકલેશ્વર તાલુકાના 43 ગ્રામ પંચાયતમાં આગામી 19 ડિસેમ્બરે મતદાન યોજાશે. 43 ગામના કુલ મળી 126 બુથ અને 412 વોર્ડમાં 1 લાખ,13 હજાર 435 મતદારો પોતાના પ્રતિનિધિ ને ચૂંટશે. જેને લઇને વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. તારીખ 22 નવેમ્બરના રોજ ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતાનો ચુસ્ત પાલન કરવા માટે પણ વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી અમલવારી શરૂ કરી છે. 43 ગ્રામ પંચાયત પૈકી સેંગપૂર ગામ પેટા ચૂંટણી યોજાશે જેમાં સરપંચ અને વોર્ડના પ્રતિનિધિની ચૂંટણી છે.

તારીખ 4 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે અને મતગણતરી તારીખ 21 ડિસેમ્બરે યોજાશે. પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર દ્વારા મતદાન થવાનું હોવાથી વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી છે. એક તરફ સમર્થકોને પોતાની તરફ ખેંચવા અને વિરોધીઓને પાછળ પાડવાની હોડ ચાલુ થઈ ગઈ છે તો બીજી તરફ વહીવટી તંત્ર પણ પંચાયતની ચૂંટણી શાંત વાતાવરણમાં સંપન્ન થાય તેવી તૈયારીમાં લાગી ચૂક્યું છે. અને આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે પણ સજ્જ બન્યું છે

અન્ય સમાચારો પણ છે...