અકસ્માત:અંકલેશ્વર રાજપીપળા ચોકડી પાસે છકડો પલટી મારતા એકનું મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છકડા ચાલકને રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પર અકસ્માત નડ્યો

અંકલેશ્વરથી ઝઘડિયા તરફ ચાલતા છકડા ચાલકને રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પર અકસ્માત નડ્યો હતો. સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ચોકડી તેમજ હાઇવેનો વર્ષા હોટલ પાસે રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યો છે.

બનાવની વિગતો અનુસાર કપસારી ખાતે રહેતા સંજય પટેલ પોતાના છકડો લઇ અંકલેશ્વર થી ઝઘડિયા તરફ જઈ રહ્યા હતા. સર્વિસ રોડ પરથી ઝઘડિયા તરફ જવા નીકળી રહ્યા હતા તે દરમિયાન સર્વિસ રોડ પર સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા છકડો પલટી મારી ગયો હતો. છકડા માં બેઠેલા મીરાબેન નામના મુસાફર મહિલા ને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું જયારે સમીમ બેન ને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ છે. અન્ય મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી હતી. તેમજ છકડા ચાલક સંજય પટેલ ને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. ઘટના અંગે મૃતક ના સંબંધી સંદીપ વસાવા દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...