બસ હવે થાકી ગયો છું...:'કોઈ શાંતિથી મરી પણ નથી શકતું અહીંયા...'ઇન્દોરનો યુવાન નોકરી માટે સુરત આવ્યો, કામ ન મળતા નર્મદામાં કૂદવા ગયો ને પોલીસે બચાવી લીધો

અંકલેશ્વર21 દિવસ પહેલા

ઇન્દોરનાના યુવાને નોકરી નહીં મળતા હતાશાને કારણે નર્મદા નદીમાં ઝંપલાવવાની કોશિષ કરતા યુવાનને પોલીસ કર્મી, બિટીઇટી જવાન અને સામાજિક કાર્યકરે સમજાવી બહાર કાઢી લાવ્યા હતાં. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસને સોંપતા તપાસ આરંભી છે.

નદીમાં ઝંપલાવવાની કોશિષ
નદીમાં ઝંપલાવવાની કોશિષ

નોકરી નહીં મળતા યુવાન મરવાનું વિચારી બેઠો
ઇન્દોરનો રહેવાસી 28 વર્ષીય યુવક જીતેન્દ્ર નોકરીની તલાશમાં પ્રથમ સુરત ખાતે પહોંચ્યો હતો. પરંતુ તેને ત્યાં કોઈ પણ સ્થળે નોકરી નહીં મળી હતી. જ્યારે આ સમયમાં તેનો મોબાઈલ પણ ખોવાઈ ગયો હતો. ત્યાર બાદ તે ભરૂચ ખાતે પહોંચ્યો હતો અને અહીંયા પણ અનેક સ્થળોએ નોકરીની તલાસ કરતાં કોઈએ તેને નોકરીએ નહીં રાખતાં તે હતાશ સાથે નિરાશ પણ થઈ ગયો હતો. જોકે જિંદગી જીવવા માટે નોકરીની જરૂર હોય નોકરી જ નહીં મળતા આ યુવાને મરવાનું નક્કી કરીને ગોલ્ડન બ્રિજ ખાતે પહોંચીને સાઈડ પરના પીલ્લર પર ઉતરીને લટકીને મોતની છલાંગ લગાવવા માટે બેસી રહ્યો હતો.

આપઘાત કરવા પહોંચેલો યુવાન
આપઘાત કરવા પહોંચેલો યુવાન

પોલીસ અને સામાજીક કાર્યકરોએ યુવાનને બચાવ્યો
આ સમયે સી ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નટવર શાંતિલાલ વસાવાને આ યુવાન દેખાતા તેમણે તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતાં તે પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. બિટીઇટી જવાનને સાથે રાખીને પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર પિલ્લર પર ઉતરીને યુવાનને સમજાવી બહાર કાઢી લાવ્યા હતાં. જોકે આ યુવક બહાર આવી જતાં ત્યાં હાજર લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાર બાદ આ યુવાનને અંકલેશ્વર સી.ટી.પોલીસને સોંપ્યો હતો.

પોલીસે બહાર કાઢ્યો
પોલીસે બહાર કાઢ્યો
પોલીસે બચાવી લીધો
પોલીસે બચાવી લીધો
અન્ય સમાચારો પણ છે...