તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વરમાં 2 અલગ અલગ માર્ગ અકસમાત ના 1 નું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે નોકરી જતા યુવાનને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અંકલેશ્વર વાલિયા રોડ પર પુરપાટ ભાગતી ટ્રકે એકસાથે 4 વાહનો અડફેટે માં લીધા હતા. ઇકો કારમાં બેસેલા ઈસમો ને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પ્રથમ બનાવ નેશનલ હાઇવે 48 પર આવેલ બાકરોલ બ્રિજ સર્વિસ રોડ પર બન્યો હતો.
જ્યાં બાકરોલ રામનગરમાં રહેતા અશોક યાદવ પાનોલી જીઆઇડીસી ખાતે નોકરીમાં જવા માટે પોતાની સાઇકલ નીકળ્યા હતા. તે દરમિયાન વડોદરા તરફથી પાનોલી જી.આઈ.ડી.સી.માં જતું અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લઇ લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે મોત નિપજાવી ગાડી લઇ ફરાર થઇ ગયો હતો. હિટ એન્ડ રન કરી ફરાર થયેલ અજાણ્યા વાહન ચાલક અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ધાતાં સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. તેમજ અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ની કવાયત આરંભી હતી.
બીજો બનાવ આજ અડસમાં અંકલેશ્વર વાલિયા રોડ પર બન્યો હતો જ્યાં અંકલેશ્વર થી વાલિયા તરફના માર્ગ પર વટારીયા સુગર નજીક ટ્રક ચાલકે ગફલત ભરી રીતે હંકારી ઇકો કારને અડફેટમાં લીધી હતી સાથે સાથે અન્ય 3 થી 4 જેટલા વાહનો ના પણ ટક્કર મારી હતી અકસમાત માં કારમાં બેસેલા વાહન ચાલકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે અકસમાતના પગલે ત્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા. બનવું સંદર્ભે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.