કારમાં અચાનક આગ:શિરડીથી પરત આવતાં અમદાવાદના પરિવારની કારમાં આગ ભભૂકી ઊઠી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કારમાં લાગેલી આગ ઓલવતાં કારનું હાડપિંજર બાકી રહ્યું. - Divya Bhaskar
કારમાં લાગેલી આગ ઓલવતાં કારનું હાડપિંજર બાકી રહ્યું.
  • અંક્લેશ્વર નેશનલ હાઇવે પર મોતાલી પાટીયા પાસે ઘટના બની

અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર મોતાલી પાટિયા પાસે શિરડી દર્શન કરી પરત જતા અમદાવાદના પરિવારની કાર ટ્રક સાથે અથડાયા બાદ અચાનક આગ ફાટી નીકળી હતી જો કે કારમાં સવાર પરિવારના 5 સભ્યો બહાર નીકળી જવામાં સફળ થતા તમામનો બચાવ થયો હતો.

અમદાવાદનો પરિવાર એસેન્ટ કારમાં મહારાષ્ટ્રના શિરડીથી દર્શન કરી પરત ફરી રહ્યો હતો દરમ્યાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર મોતાલી ગામ નજીક ટ્રક સાથે ટક્કર બાદ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી કારમાં સવાર પરિવારના 5 સભ્યો સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યાં હતા અને ગણતરીની પળોમાં આખી કાર અગનગોળામાં પરિવર્તિત થઇ ગઈ હતી.

જોકે કારમાં તેઓનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જો કે ઘટના અંગે અંકલેશ્વર ફાયર સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં ન આવતા કાર બળીને ખાખ થઇ ગઈ હતી. આ બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...