શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવા અપીલ:અંકલેશ્વરમાં ગણેશ વિસર્જન નિમિતે ગણેશ મંડળના આયોજકો સાથે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની બેઠક યોજાઈ

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નગર પાલિકા ખાતે શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ગણેશ મંડળોના આયોજકો સાથે બેઠક યોજાય હતી. જેમાં નક્કી કરાયેલ ચાર સ્થળે કરેલ વિસર્જનની વ્યવસ્થા અંગે માહિતી આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન નિમિતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ સહીત એસઆરપી સહીત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ગણેશ અયોજકો મંડળો સાથે વિસર્જનની બેઠક
અંકલેશ્વરમાં.શુક્રવારના રોજ ગણેશ વિસર્જન નિમિતે ઇન્ચાર્જ મામલતદાર હાર્દિક બેલડીયા,ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને પાલિકાના પ્રમુખ વિનય વસાવાની અધ્યક્ષતા હેઠળ પાલિકાના સભાખંડ ખાતે ગણેશ વિસર્જન માટે ગણેશ આયોજક મંડળો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાનમાં અંકલેશ્વરમાં કમલમ તળાવ પાસે કુત્રિમ તળાવ, જળકુંડ, સુરવાડી ગામ નજીકના કૃત્રિમ તળાવ અને જીઆઇડીસી વિસ્તારમાં બનાવેલા કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા અંગેની વ્યવસ્થાની માહિતી આપવામાં આવી હતી.

શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય તેવી અપીલ
અંકલેશ્વરમાં વહીવટી તંત્રએ નક્કી કરેલા નિયમોને આધીન ગણેશ વિસર્જન કરાવવા તંત્ર કટિબદ્ધ બન્યું છે. અંકલેશ્વરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા 1 ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેકટર, 11 પીએસઆઇ, તેમજ 387 એસઆરપી સહીતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ પ્રંસગે પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.વાળા સહીત ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...