તાકીદ:અંકલેશ્વરમાં પાંચમા દિવસે AQI 318 પર, હવા વધુ જોખમી બની

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં GPCB નબળું પડ્યું

અંકલેશ્વર સતત પાંચમાં દિવસે એક યુ આઈ 318 પર પહોંચ્યો હતો. સાંજ પડતાં રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોન માં આવ્યો હતો. જોકે રેડ ઝોન નજીક સાંજે પણ એક.યુ.આઈ જોવા મળ્યો હતો. શિયાળાની શરૂઆત થતાં હવામાં બેફામ પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં જીપીસીબીનો પન્નો ટૂંકો પડી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. શિયાળાને લઇ ઈન્વર્ઝન ને લઇ હવાની ગુણવત્તા બગડી છે. ખાસ કરીને છેલ્લા 4 દિવસથી આરોગ્ય માટે હાનિકારક હવા જોવા મળી રહી છે. સતત્ત ચોથા દિવસે એ.ક્યુ.આઈ 300 ને પાર પહોંચી 303 પર સવારે આવી લગાતાર ચોથા દિવસે રેડ ઝોન માં આવ્યો હતો.

જો કે સાંજે પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ 285 પર આવતા થોડી રાહ જોવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ આવ્યો છે. જેમાં હજુ પણ સૌથી મોટી સમસ્યા હવા માં રહેલ પાર્ટિકલ એવા પી.એમ 2.5 જોયા મળી છે જેમાં 303 એવરેજ સાથે વધુ માં વધુ 392 પર પહોંચી ગયો છે.

તો પી.એમ 10 પણ વધુ માં વધુ 207 અને એવરેજ 157 નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ પણ વધુ માં વધુ 129 ને એવરેજ 105 આવતા તંત્ર માટે વધુ ચિંતા વધારી છે. જેમાં માટે જીપીસીબી દ્વારા સ્થિતિ પર નજર રાખતા કાર્બન ડાયોક્સાઇડ નું સર્જન કરતા ઉદ્યોગો કડક તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...