અંકલેશ્વરમાં બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ:કોંગ્રેસે વિવિધ મુદ્દે આપેલા બંધના એલાનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, અમુક દુકાનો બંધ તો અમુક દુકાનો ચાલુ જોવા મળી

અંકલેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ ગુજરાત પ્રદેશમાંથી મળેલા આદેશ મુજબ રાજ્યમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દે બીજેપી સામે બાયો ચઢાવી 10મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. જોકે અંકલેશ્વર શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

અંકલેશ્વરમાં બંધનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો
કોગ્રેસે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, રાજ્યમાં મોંઘવારી સહિત લોકોના અનેક પ્રશ્નો છે, જેમાં સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સરકારી કર્મચારીઓ ત્રાહિમામ્ પોકારી ગયા છે. ઉપરાંત બેરોજગારી અને ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. સરકાર દ્વારા માત્રને માત્ર મોટા મોટા વાયદાઓ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારનું કામ થતું નથી. તંત્ર કોઈ કામ નથી કરતું તેવામાં હવે ગુજરાત કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાનની જાહેરાત કરી હતી. આ બંધના એલાનમાં જિલ્લાના લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરમાં સીટી અને જીઆઈડીસી વિસ્તારમાં મોંઘવારી બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે આપેલા બંધના એલાનને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળવા હતો.

અન્ય સમાચારો પણ છે...