બાઈક ચોરની અટકાયત:અંકલેશ્વરના નવા બોરભાઠા રોડ ઉપર પોલીસે ચોરીની બાઈક લઈને ફરતા શખ્સને ઝડપી પાડ્યો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકના નવા બોરભાઠા રોડ ઉપર અંકલેશ્વર શહેર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન ચોરીની બાઈક લઈને ફરતા એક શખ્સને ઝડપી પાડી રૂ. 20 હજારની બાઇક જપ્ત કરી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી નંબર પ્લેટ વગરની બાઈક લઇને ફરતો
અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ હતો. તે દરમિયાન નવા બોરભાઠા રોડ ઉપરથી એક શખ્સ નંબર પ્લેટ વગરની બાઈક લઈને ફરતો હતો. જેને રોકી પૂછપરછ કરતા તે મૂળ પંચમહાલ જિલ્લાનો અને હાલ અંકલેશ્વરના ઓમકાર કોમ્પ્લેક્સમાં આવેલી હોટલમાં રહેતો મહેશ લાલાભાઇ વણકર હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે બાઈકના દસ્તાવેજ માંગતા તેણે રજુ નહીં કરીને સંતોષકારક જવાબ પણ નહીં આપતા પોલીસે તેની શંકા રાખીને ધરપકડ કરી રૂપિયા 20 હજારની બાઇક કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...