તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભષ્ટ્રાચાર:અંકલેશ્વર વાલિયા રોડ પર ફરી તંત્રે ગાબડાં પૂર્યાં, વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં આક્રોશ

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં ખાડે ગયેલ માર્ગો લોકો માટે શિરદર્દ સમાન બન્યા છે. અંકલેશ્વર-વાલિયા રોડ પર ફરી માર્ગ અને મકાન વિભાગની લીપાપોથી સામે આવી હતી. માટી સાથે કપચી નાખી ગાબડાં પૂરતા સ્થળ અધિકારી કેમેરો જોતાજ કિનારો જવાબ આપ્યા વગર ત્યાં થી ચાલતી પકડી ઉપડી અધિકારીઓ નેપુછો તેવી કેફિયર રજુ કરી હતી. વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો આક્રોશ ફેલાયો હતો. તો કોંગી આગેવાનો દ્વારા ભષ્ટ્રાચાર કરાય રહ્યો હોવાનો આરોપ મુક્યો હતો.

અંકલેશ્વરનું માર્ગ અને મકાન વિભાગનો વહીવટ ખાડે ગયો હોવાનો વધુ એક બોલતો પુરાવો વાલિયા રોડ પર જોવા મળ્યો હતો જ્યાં વરસાદ પડ્યા બાદ ફરી ગાબડાં પુરાવા માટે આવે માર્ગ અને મકાન વિભાગ ટીમ માટી સાથે ની સિમેન્ટ કંપચી ભરેલા રો મટીરીયલ વડે પુરાણ કરી રહી હતી. જે અંગે પુછપતાજ કેમેરા બંધ કરવા ની કોશિષ કરી હતી અને મને ના પૂછો ઉપરી અધિકરીને પૂછો કહી તેવો ત્યાં થી ચાલતી પકડી હતી અને આ બિન ગુણવત્તા યુક્ત કામગીરી કરવા બાબતે જવાબ આપવાનું ટાળ્યું હતું તો રાહદારીઓએ જણાવ્યું કે માર્ગ એટલો બિસ્માર છે કે વાહનો ટાયર પણ ફાટી જાય છે.

અને ધૂળિયું મટીરીયલ પુરી ફરી માર્ગો પર ધૂળ ઉડે તેવી સ્થિતિ સર્જી રહી છે તેનું જવાબદાર કોણ છે. તો આ અંગે સ્થાનિક કોંગી આગેવાન મગન પટેલ ( માસ્ટર) ને જણાવ્યું હતું કે અત્યંત બિસ્માર માર્ગ બની ગયો છે જેની વારંવાર રજુઆત કરી છે અને રોડ પુરાવા માં માં પણ હલકી કક્ષા નું મટીરીયલ ઉપયોગ કરાય રહ્યો છે. આ ગાબડાં પુરાવા માં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરાય રહ્યો હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ પાસે પાકું ડામર વર્ક કરી ગાબડાં પુરાવાની માગ પણ કરી હતી. જો માર્ગ અને મકાન વિભાગ લીપાપોથી ની નીતિ રીતિ જારી રહેતા તંત્ર માં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...