તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:અંકલેશ્વરમાં યુવાને સગીરા સાથે શારીરિક અડપલાં કરતાં પોલીસ ફરિયાદ

ભરૂચ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અગાઉ પણ અંકલેશ્વર તાલુકાના એક ગામમાં બની ચુકી છે આવી ઘટના

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એક કંપનીની કોલોનીમાં યુવાને સગીરા સાથે શારીરિક અડપલાં કરતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની આબાદ કેમિકલ્સ કંપનીની લેબર કોલોનીમાં રહેતી એક સગીરા ગત તારીખ-12મી ફેબ્રુઆરીના રોજ રાતે શૌચાલય માટે જતી હતી તે દરમિયાન તેના રૂમની બાજુમાં રહેતા મૂળ બિહારના અને હાલ અંકલેશ્વર gidc ખાતે રહેતા યુવાને સગીરાને રૂમમાં બોલાવી હતી અને તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

બનાવ અંગે સગીરાના પિતાએ અનિરુધ્ધ ગોપાલ મંડલ નામના યુવાન સામે અંકલેશ્વવર તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોકસો કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અંકલેશ્વર તાલુકાના એક ગામમાં પાડોશી યુવાને ઘરની બહાર રમતી બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પોલીસ માટે અને સમાજ માટે આવા કિસ્સાઓ પડકારજનક કહી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો