મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના:અંકલેશ્વરમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા પોષણ માસ પ્રારંભ કરાયો

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સપ્ટેમ્બર માસ દરમિયાન પોષણ માસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં 0 થી 2 વર્ષના બાળકોને માતાને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું ,જ્યારે ગ્રામવિકાસ ટ્રસ્ટ દ્વારા કિશોરી અને મહિલાઓને માસીક ધર્મ અંગેની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી.

1થી 30 સપ્ટેમ્બર સુધી પોષણ માસ સપ્તાહ ઉજવાશે
કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પોષણ માસ અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા સંકલીત બાલ વિકાસ યોજના કચેરીમાં તા,1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર દરમ્યાન પોષણ માસ આભીયાનનો પ્રારંભ કરાયો છે.જેમાં તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તૃપ્તિ જાની,ભરૂચ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલ ઠાકોર,અને અંકલેશ્વરના સંકલીત બાળ વિકાસ અધિકારી સોનલ ઠક્કરની અધ્યક્ષતા હેઠળ પોષણ માસનો પ્રારંભ કર્યો હતો.આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો અને 2 વર્ષ સુધીના બાળકોની માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પોષણ માસના પ્રારંભ ટાણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત 0 થી 2 વર્ષના બાળકોની માતાને પોષણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરના તમામ કેન્દ્રો પર પોષણના કાર્યક્રમ યોજાશે
જ્યારે ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા કિશોરીઓ અને મહિલાઓમાં માસીક ધર્મ અંગેની જાગૃતતા કેળવાય તે માટે વિસ્તૃત માહિતી આપીને વિનામૂલ્યે સેનેટરી પેડનું વિતરણ કરાયું હતું.પોષણ માસ દરમ્યાન તમામ આંગણવાડી કેન્દ્રો ઉપર પોષણને લગતા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વાનગીનું પણ નિર્દેશન કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે ગ્રામ વિકાસ ટ્રસ્ટના જીગીષા,અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર નિરાલી પટેલ સહીત સંકલીત બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...