અસામાજિકોનું કારસ્તાન:નૂપુર શર્મા વિવાદની અંક્લેશ્વરમાં દસ્તક, વિરોધમાં બેનર્સ લાગ્યાં

અંકલેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરમાં ઠેરઠેર નૂપુર શર્માને એરેસ્ટ કરવાના બેનર્સ લાગ્યાં હતા. - Divya Bhaskar
અંકલેશ્વરમાં ઠેરઠેર નૂપુર શર્માને એરેસ્ટ કરવાના બેનર્સ લાગ્યાં હતા.
  • ચૌટાબજાર અને ડીવાયએસપી કચેરી પાસે અસામાજિકોનું કારસ્તાન

ભાજપમાંથી સસ્પેન્ડ થયેલાં પ્રવકતા નુપૃર શર્માએ મહંમદ પયંગબર સાહેબ વિરૂધ્ધ કરેલી ટીપ્પણી બાદ મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે. વિરોધની આગ ધીમે ધીમે ગુજરાતમાં પણ પ્રસરી રહી છે ત્યારે અંકલેશ્વરમાં પણ અમુક સ્થળોએ એરેસ્ટ નુપૃર શર્માના લખાણો ચિતરવામાં આવ્યાં છે.

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહમ્મદ સ.વ. ની શાન માં તથા આયેશા રદી. અલ્લાહ ની શાનમાં ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ ટીવી ડિબેટમાં જાહેર માં ધાર્મિક લાગણી દુભાવતી ટિપ્પણી કરી મુસ્લિમ સમાજની આસ્થાને ઠેસ પહોંચાડી છે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર ભારત દેશમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. એટલું જ નહિ આ વિરોધ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે.

અંકલેશ્વર ચૌટા નાકા, ત્રણ રસ્તા સર્કલ, પીરામણ નાકા સહિતના વિસ્તારોમાં “નુપુર શર્મા ને ગિરફતાર કરો”ના સ્લોગન સાથે તેના ફોટો પર બુટ ના નિશાન સાથે ના સ્ટીકર બનાવી ચોંટાડવામાં આવ્યા છે. તો ચૌટા નાકા પાસે જ્યાં ડીવાયએસપી કચેરી આવેલી છે. ત્યાં સ્ટીકર ઉપરાંત હાથથી અરેસ્ટ નૂપુર ચૌહાણ નું ચિતરામણ કરવામાં આવ્યું છે.નૃપુર શર્માના વિવાદને લઇ રાજયભરની પોલીસ તથા ગુપ્તચર વિભાગ એલર્ટ છે ત્યારે અંકલેશ્વરમાં અસામાજીક તત્વોએ પોલીસને પણ ચકમો આપ્યો છે. નૃપુર શર્માનો વિવાદ અંકલેશ્વર સુધી પહોચતા ભરૂચ જિલ્લામાં પોલીસ સક્રિય બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં લઘુમતી સમાજની સૌથી વધારે વસતી ધરાવતાં બે જિલ્લાઓ પૈકી એક જિલ્લો ભરૂચ છે.

અન્ય સમાચારો પણ છે...