તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા પ્રેમીઓમાં રોષ:અમરાવતી નદીમાં જૂનમાં બીજી વખત દૂષિત પાણીથી અસંખ્ય જળચરનાં મોત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીપીસીબીએ સેમ્પલ લઇ સ્થળ તપાસ કરતા ગણેશ સુગરમાંથી આ પાણી આવ્યું હોવાનું બહાર આવ્યું : કંપનીને એક વર્ષથી ક્લોઝર આપવા છતાં ફરી કેમિકલયુક્ત પાણી છોડ્યું
  • જીપીસીબીએ વટારિયા ગણેશ સુગરને પુનઃ નોટિસ ફટકારીને દુષિત પાણીના મામલે જવાબ માંગ્યો

એક જ મહિનામાં બીજીવાર અમરાવતી નદી માં કેમિકલયુક્ત પાણીથી માછલીના મોત નીપજ્યું હતું. જીપીસીબીમાં ફરિયાદ કરાતા ટીમે સેમ્પલ લઇ સ્થળ તપાસ કરતા ગણેશ સુગરમાંથી આ રાસાયણિક પાણી આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. ગણેશ સુગરને છેલ્લા એક વર્ષથી ક્લોઝર હોવા છતાં કંપની માંથી કેમિકલ યુક્ત પાણી નીકળ્યું હતું. જીપીસીબીએ પુનઃ ગણેશ સુગરને નોટિસ ફટકારી સમગ્ર મામલે જવાબ માંગ્યો હતો.

અંકલેશ્વરમાં એક મહિનામાં જ બીજીવાર અમરાવતી નદીમાં કેમિકલયુક્ત પાણી વહેતુ થતા અસંખ્ય માછલાના મોત નિપજ્યા છે. અગાઉ 5 જૂને કેમિકલ યુક્ત પાણી ઉછાલી ગામ પાસે વહેતું જોવા મળ્યું હતું. નદીમાં આવતા કેમિકલ પાણી નર્મદા નદીને પણ દૂષિત કરતા નર્મદા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ચોમાસામાં કેટલાક ઉદ્યોગો માટે તેમના કેમિકલયુક્ત પ્રદુષિત પાણીને વરસાદમાં બારોબાર નિકાલ કરે છે. જેના કારણે જળસ્રોતો અને જમીન પ્રદુષિત થાય છે.

ઉછાલી નજીક અમરાવતી નદીમાં ફરી પ્રદુષિત પાણીને કારણે અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી હતી. પર્યાવરણને ગંભીર નુકસાન થવા સાથે જળચરો જોખમમાં મુકાઈ જાય છે. માછલીઓ મૃત્યુ પામવાની ઘટનામાં પ્રકૃતિ સુરક્ષા મંડળની ફરિયાદના આધારે જીપીસીબી એ દોડી આવી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. સ્થળ પર સેમ્પલ લીધા બાદ પાણી ક્યાંંથી આવી રહ્યું છે. તે દિશામાં તપાસ કરતા વટારીયા સુગરમાંથી આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે ગણેશ સુગર ખાતે પણ સેમ્પલ લીધા હતા. ગણેશ સુગર ને પુનઃ સ્થળ નોટીસ આપી તાકીદ કરવામાં આવી હતી.

સ્થળ તપાસ કરી વડી કચેરીએ રિપોર્ટ કર્યો છે
ઘટનાની જાણ થતા સ્થળ તપાસ હતી. સેમ્પલ લઇ તપાસનો કરતા આ પાણી વટારીયા સ્થિત ગણેશ સુગરમાંથી આવતું હોવાનું ફલિત થયું છે. સ્થળ વિઝીટ કરી વડી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો છે. > એસ.બી.પરમાર,ઈન્ચાર્જ આરઓ, જીપીસીબી.

વટારિયા સુગરને અગાઉ પણ ક્લોઝર અપાઈ હતી
વટારિયા ગણેશ સુગરને ગત વર્ષે જીપીસીબીના ધારાધોરણોના ભંગ બદલ ક્લોઝર નોટિસ ફટકારી હતી. જેનું રિવોકેશન આજદિન સુધી થયું નથી. ફેક્ટરી ક્લોઝર હેઠળ છે. ત્યારે કંપનીમાંથી કેમિકલયુક્ત પાણી કેવી રીતે બહાર આવ્યું તેની સામે સવાલ ઉભા થયા છે.

પર્યાવરણને ગંભીર નુકસાન થઇ રહ્યું છે
આ અગાઉ પણ આવા બનાવો અનેક વખત બન્યા છે. પર્યાવરણને ગંભીર નુકસાન થાય છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશ પરમારની ફરિયાદના અનુસંધાને જીપીસીબી ઘટના સ્થળે તપાસ કરી છે. જેમાં આ કેમિકલ યુક્ત પાણી વટારિયાની ગણેશ સુગર ફેક્ટરીમાંથી આવ્યું હોવાનું બહાર આવ્યું છે. વારંવાર અમરાવતી નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણીને લઈ જળચરનાં મોત થાય છે. હવે નર્મદા નદીના પાણી પણ દુષિત થાય છે. જે ગંભીર બાબત છે.> સલીમ પટેલે,પ્રકૃતિ સુરક્ષા મંડળ.

અન્ય સમાચારો પણ છે...