ફરિયાદ:વૃક્ષ કટિંગ મુદ્દે નોટિફાઈડ વીજ નિગમ સામ - સામે

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આડેધડ વૃક્ષ કટિંગ

નોટીફાઈડ અને વીજ નિગમ વૃક્ષ છેદનના મુદ્દે આમને સામાને આવી ગયા છે. વીજ નિગમ દ્વારા આડેધડ વૃક્ષ કાપી નાખતા હોવાનો નોટીફાઈડે બળાપો કાઢ્યો હતો. ગ્રીન અંકલેશ્વર કરવા નોટીફાઈડ વિભાગ લાખો રૂપિયા ખર્ચી વૃક્ષોનું વાવેતર કરે છે જેની સામે વીજ નિગમ કટીંગ કરી રહ્યું છે. વૃક્ષ ટ્રીમીંગ કરવાનું હોય તે નહીં થયું હોવાની ફરિયાદ પણ ઉઠી છે.

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માં વીજ નિગમ દ્વારા વીજ લાઈન નડતર રૂપ વૃક્ષ નું કટીંગ કરવામાં આવી રહ્યું છે. તેના ટ્રીમીંગ ના બદલે ધડમૂળ માંથી વૃક્ષ છેદન કરી દેવામાં આવી રહ્યું છે જેની જાણ નોટીફાઈડ વિભાગ ને કરવામાં આવતા નોટીફાઈડ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વૃક્ષ કટીંગ કામગીરી અટકાવે એ પૂર્વે વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું આ અંગે નોટીફાઈડ વિભાગ ના અધિકારી અને હોદ્દેદારો જણાવ્યું હતું કે નોટીફાઈડ વિભાગે વર્ષે 5 લાખ રૂપિયા ઉપરાંત ના ખર્ચે હજારો વૃક્ષો વાવી ગ્રીન અંકલેશ્વર કરવા માટે કામગીરી કરાય છે વીજ નિગમ આડેધર આ વૃક્ષ નું ટ્રીમીંગ કરવા ના બદલે કાપી નાખે છે. જે ગેર વ્યાજબી છે.

આ અંગે તાકીદે વીજ નિગમને કામગીરી અટકાવા તેમજ સંસ્થા ને સાથે રાખી કામગીરી કરવા આવે અને આડેધર વૃક્ષ છેદન ના કરવામાં આવે તેવી તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...