હાલાકી:પ્રદુષિત પાણી ઝઘડિયા રાઇઝિંગ લાઈનનું હોવાનો નોટીફાઈડનો દાવો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમલાખાડીમાં સિઝનમાં 8મી વાર પ્રદુષિત પાણી ઠલવાયું
  • વરસાદી કાંસમાં પ્રદુષિત પાણી છોડનાર ઉદ્યોગકારો સામે કાર્યવાહીની માંગ

અંકલેશ્વરની આમલાખાડીમાં ચાલુ સીઝનમાં 8થી વધુ વાર કેમિકલ પાણી બરોબર છોડવામાં આવ્યું છે. બુધવારે સવારે પણ અત્યંત એસિડિક પીળા ઘટ રંગવાળા કેમિકલયુક્ત પાણીથી પાળા નજીક તળાવ સર્જાયું હતું. ઘટના અંગેની જાણ થતાં નોટીફાઈડ મોનીટંરીગ ટીમ દ્વારા એનસીટીની મોનીટંરીગ ટીમ સાથે પ્રદુષિત પાણી કઈ તરફથી આવી રહ્યું હતું તે અંગે તપાસ કરતા આ પ્રદુષિત પાણી ઝઘડીયા જીઆઇડીસીની રાઇઝિંગ લાઈન માંથી આવી રહ્યું હોવાનું મોનીટંરીગ ટીમે શોધી કાઢ્યું હતું. અને આ અંગે નોટીફાઈડ વિભાગ એક રોજ કામ કરીજાહેર કર્યું હતું. તો એન સી ટી ની તપાસ માં આ પ્રદૂષિત પાણી ઇ.ટી. એલ પાછળ સાઇડ થી ઝાડી માથી નીકળતા હોવા નું આજ રંગ નું પ્રદૂષિત પાણી શોધી કાઢ્યું હતું.

આ બાબતે કરવામાં આવી રહી છે
આ અંગે અમને સોશિયલ મીડિયા વડે માહિતી મળતા સ્થળ તપાસ કરી હતી જે તે વખતે પમ્પીંગ સ્ટેશન પર થી પીળા આટલા ઘટ રંગ નું પાણી જોવા મળ્યું ના હતું. તેમ છતાં સેમ્પલ લેવાયા છે. અને આ પાણી ક્યાંથી આવ્યું તે તપાસ કરવામાં આવી રહ્યું છે. - એસ.બી. પરમાર, ઇન્ચાર્જ રીજીયોનલ ઓફિસર જીપીસીબી.અંક્લેશ્વર

​​​​​​​દુષિત પાણી ETL પાછળની ઝાડીમાંથી આવ્યું
આ અંગે તપાસ કરાઈ રહી છે. જે પ્રદુષિત પાણી આમલાખાડી જઈ રહ્યું હતું તે પીળા રંગ હતું. જે અંગે મોનીટંરીગ ટીમ તપાસ કરી રહી છે. ઝગડીયા લાઈનમાં ભંગાણને લઈ ત્યાં લાઈન બંધ કરી મેન્ટેનન્સ કરાઇ રહ્યું છે. હાલ આ પાણી ઝગડીયા રાઇઝિંગ લાઈનનું હોઈ શકે એમ લાગતું નથી. તેમ છતાં પણ તપાસ ચાલું છે. આ પ્રદૂષિત પાણી ઇ.ટી એલ પાછળથી ઝાડીમાથી આવી રહ્યું હોવાનું અમારી મોનિટરીંગ શોધી કાઢ્યું છે. જ્યાં થી પાણી આવ્યું હોવાનું લાગી રહ્યું છે. - પ્રફુલ પંચાલ, ચીફ ઓપરેશન હેડ, એનસીટી, અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...