તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૂકમ:પાલિકાના 19 પૂર્વ સભ્યોને આપેલી નોટિસ પરત ખેંચાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંકલેશ્વર પાલિકામાં ઇનોવા કાર ખરીદીનો મામલો
 • પાલિકા નિયામકે નોટિસ પરત ખેંચવા હૂકમ કર્યો

અંકલેશ્વર પાલિકા ઇનોવા કાર ખરીદી મામલો પાલિકાના પૂર્વ 19 સભ્યોનું સભ્યપદ રદ કરવાની કારણ દર્શક નોટીશ ગાંધીનગર મ્યુન્સિપલ કોર્ટ હિદાયત આપી આપી કેશ વિડ્રોવલ કર્યો હતો.અંકલેશ્વર પાલિકા ગત ટર્મમાં ખરીદેલી ઇનોવા કાર ના મામલે વિપક્ષ દ્વારા 258 હેઠળ કાયદાકીય દાદ માગી ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડકાર્યો હતો. જે જિલ્લા કલેક્ટર કચેરી માંથી સુરત મ્યુન્સિપલ કમિશ્નર કોર્ટ માં સુનાવણી ચાલી હતી જેમાં પાલિકા સત્તાપક્ષ ના 21 સભ્યો સામે ઇનોવા કાર ખરીદી ના મામલે વસુલાત કરવા તેમજ સભ્ય પદ રદ કેમ ના કરવું તે અંગેની કારણ દર્શક નોટીશ પાલિકા સત્તાપક્ષને મળી હતી.

જે કારણ દર્શક નોટીશ બાદ પાલિકા સત્તાપક્ષ દ્વારા સભ્ય પદ અંગે ના ચુકાદા ને ગાંધીનગર મ્યુન્સિપલ બોર્ડની મેજિસ્ટ્રેટ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ -37 હેઠળ કરવામાં આવતી કાર્યવાહી અંગે ચાલેલી સુનાવણી માં અંતે બંને પક્ષ ની દલીલો સાંભળી કોર્ટના મ્યુન્સિપલ એડમિનિસ્ટ્રેશન ગુજરાત બોર્ડ ના કમિશ્નર રજૂમાર બેનીવાલા એ ચુકાદો જાહેર કર્યો હતો અને પાલિકા ચૂંટાયેલ પાંખની મુદ્દત પૂર્ણ થઇ છે. તેમજ વહીવટદાર નીમવામાં આવ્યા છે. તેજ જેમની સામે આ કાર્યવાહી સભ્યપદ રદ કરવો કેશ ચાલી રહ્યો છે.

જે થી તેમનું સભ્યપદ રદ કરવાનું રહેતું નથી. અને તેમજ તેમને તાકીદ કરી તેમને ફટકારવામાં આવેલ કારણદર્શક નોટીસ પરત ખેંચવાનો હુકમ કર્યો હતો. પાલિકા પૂર્વ સભ્ય સંદીપ પટેલએ જણાવ્યું હતુંકે વિપક્ષ દ્વારા ઇનોવા કાર ખરીદ કરવાનાના મુદ્દે 258 કરી કોર્ટ પડકારી હતી જેમાં નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ -37 હેઠળ સભ્યપદ રદ કરવાની નોટીશ મળી હતી જેને ગાંધીનગર ખાતે પડકારવામાં આવી છે. જેમાં મ્યુન્સિપલ કમિશ્નર દ્વારા સભ્ય પદના રહેતા કોઈ કાર્યવાહી કરવાની રહેતીના હોવાનું ટાંકી તેમજ ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તેવી તાકીદ કરી છે.

પાલિકા સત્તાપક્ષના સભ્યોએ ભૂલ કરી છે
આ ચુકાદો સરકાર દ્વારા દબાણ કરી પોલિટિકલ પ્રેસર આપી કારણ દર્શક નોટીશ પરત ખેંચી હોવાનો ચુકાદો આપ્યો છે. જેને અમે સભ્યો સાથે ચર્ચા કરી આગામી દિવસો માં પડકારવામાં આવશે. ત્યારે થયેલ હુકમ માં તાકીદ કરવામાં આવતા પાલિકા સત્તાપક્ષના સભ્યોએ ભૂલ કરી હોવાનું ફલિત થયું છે એ વાત ચોક્કસ છે.- ભુપેન્દ્ર જાની, વિપક્ષના નેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો