અંક્લેશ્વરના પીરામણ ગામના મસ્જીદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા મિલકતોનો પોતાના અંગત અને સગા-સબંધીઓને ઉપયોગ માટે આપવા માટે વકફના કાયદાઓના ઉલ્લઘન તેમજ ગેરરીતીના આક્ષોપો ગામના જ આગેવાન અનસ નાનાબાવા દ્વારા કરાયા હતા. જેના અનુસંધાને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી પીરામણ ગામના મસ્જીદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આ આક્ષોપોનો ખુલાસો 10 દિવસમાં કરવા નોટીસ અપાઈ છે.
નોટીસ મુજબ કસુરવારો સામે આક્ષેપો પુરવાર થશે તો તેમની સામે વકફ અધિનિયમ 1995 ની કલમ 70 હેઠળ કાર્યવાહી કરવાનું જણાવેલ છે. જેમને નોટીસ અપાઈ છે તેમાં પ્રમુખ સરફરાજ યાકુબ મુલ્લા, ટ્રેઝરર ઇમરાન પટેલ, સબ્બીર ઉનીયા, હાસીમ ઉનીયા, સુલેમાન ઉનીયા, યુનુસ લીંબાડા, અસલમ હાટિયા, મોહમ્મદ અહમદ નાનાબાવા, મોહમ્મદ ઈબ્રાહીમ બીજાભાઈ અને મુલ્લા મોહમ્મદ રફીક અબ્બાસનો સમાવેશ થાય છે.
આ અંગે વકફબોર્ડ મા અરજી કરનાર અનસ નાનાબાવા એ જણાવ્યું હતું કે “વકફ ની મિલકતો નો ઉપયોગ વકફ ના કાયદાઓ મુજબ ના કરી અંગત અને સગા-સબંધીઓ ને આપવામાં આવે છે. આમ ટ્રસ્ટીઓ દ્વારાજ ટ્રસ્ટને વર્ષોથી નાણાકીય નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ કેહવાતા આગેવાનો અને તેમના મળતિયા દ્વારા મને અને મારા મિત્રો ને ગર્ભિત ધમકીઓ મળી છે અને આ બાબતે મને કે મારા મિત્રો ને આર્થિક કે શારીરિક નુકશાન ના થાય તે માટે મેં પોલીસ વિભાગ ના ઉચ્ચ હોદ્દેદારો ને લેખિત માં જાણ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.