તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંકલેશ્વર પાલિકા દ્વારા બાયોમેડિકલ વેસ્ટ મુદ્દે લેબોરટરી-કેન્ટીનને નોટિસ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરગમ કોમ્પ્લેક્ષની પેથોલેબ લેબોરેટરી,સરદાર કોમ્પ્લેક્ષના કેન્ટિનમાં બાયોમેડિકલ વેસ્ટ મળ્યો

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર કેશવલાલ કલોડિયા ના માર્ગદર્શન મુજબ સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાને મળેલી બાતમીને આધારે અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હેલ્થ એન્ડ સેનિટેશન કમિટી ચેરમેન વિશાલ ભાઈ ચૌહાણ પણ લેબોરેટરીના ચેકીંગ દરમ્યાન હાજર હતા. સરગમ કોમ્પલેક્ષ, ઓ.એન.જી.સી. રોડ પર આવેલ લેબોરેટરી પેથોકેર લેબોરેટરી ખાતે તપાસ કરતા બાયોમેડિકલ વેસ્ટનો ઉપયોગ કરેલો ઈન્જેકશન - નીડલનો કટરથી કટિંગ કર્યા વગરનો જથ્થો મળ્યો હતો.

જેથી હાજર કર્મચારીઓને નિયમ મુજબ બાયોમેડિકલ વેસ્ટ સેગ્રીગેશન કરીને નિકાલ કરવા જણાવેલ અને અન્ય કચરા સાથે ભેગો ન કરવા તાકીદ કરી નોટિસ આપવાની કાર્યવાહી કરાઇ છે. આ બાદ સરદાર હોસ્પિટલના હોસ્પિટલ કેન્ટીગ કોન્ટ્રક્ટર દ્વારા આપવામાં આવેલ કચરા માં મેડિકલ વેસ્ટ નજરે પડતા સ્થળ તપાસ કરતા હોસ્પિટલમાં આવેલ કેન્ટીન માંથી ઉત્પન્ન થયેલા કચરો નગરપાલિકાના કન્ટેનર ની બહાર નાખેલ માલુમ પડતા સ્થળ પર જઈને ફરજ ઉપરના અધિકારીને અને કેન્ટીન ના સંચાલકને બતાવીને ગંદકી ન કરવા તે ઓને અને તાકીદ કરી ને નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...