કાર્યવાહી:અંક્લેશ્વરમાં પાલિકા દ્વારા રસ્તા પર અડચણરૂપ 8 દબાણકર્તાને નોટિસ

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હલીમશા દાતાર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં પથારાવાળા તેમજ દુકાનદારો સામે કાર્યવાહી કરી

અંકલેશ્વર પાલિકા દ્વારા રોડ પર અડચણ રૂપ દબાણ કરનાર દુકાનદાર અને લારી ધારકને નોટિસ ફટકારી હતી. હલીમશા દાતાર રોડ પર લારી ધારક ને સ્ટેશન રોડ ફૂટપાથ અને રોડ પર સમાનનો પથારો કરતા 8 દુકાનદારો નોટિસ ફટકારાઈ હતી. માર્ગને અડચણ રૂપ દબાણ દિન 3 માં દૂરના કરવામાં આવે તો પાલિકા દ્વારા સમાન ઉઠાવી લેવાની ચીમકી આપવામાં આવી હતી.

અંકલેશ્વર પાલિકા દ્વારા આખરે માર્ગને અડચણ રૂપ દબાણ કરનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાતા અંકલેશ્વર રેલવે સ્ટેશન 7 જેટલા દુકાનદારો દ્વારા ફૂટપાથ પર તેમજ રોડ પર દુકાનનો સર સમાન લગાવી માર્ગ પર વાહન વ્યવહાર અવરોધી રહ્યા હતા તેમને નોટિસ ફટકારી હતી.

આ ઉપરાંત હલીમશા દાતાર રોડ પર માર્ગ ને અડચણ રૂપ ચા ની લારી ધારક ને નોટિસ ફટકારી હતી અને દિન 3 માં તેમના દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી રોડ પર નું દબાણ દૂર નહિ કરવામાં આવે તો પાલિકા દ્વારા લારી,ગલ્લા તેમજ સામાન ઉઠાવી લેવામાં આવશે જેની જવાબદારી જે તે નોટિસ ધારક દુકાનદારની રહેશે તેવી સખ્ત શબ્દોમાં તાકીદ કરવામાં આવી હતી.

પાલિકા દ્વારા આગામી દિવસો માર્ગ પર અને ફૂટપાથ ઉપર અડચણ રૂપ દબાણ કરનાર લારી અને દુકાનદારનો સર્વે કરી નોટિસ ફટકારી તેમને દૂર કરવા ની તાકીદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...