કામગીરી:અંકલેશ્વર પાલિકાની 257 જર્જરિત ઇમારતોને નોટિસ

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્જરીત ભાગ ઉતારી લેવાની તાકીદ સાથે 15 દિવસની મુદત
  • જુના અંકલેશ્વર વિસ્તારમાં 2 ટીમ દ્વારા સરવે કરાઈ રહ્યો છે

અંકલેશ્વર પાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે પુનઃ એકવાર જર્જરિત ઇમારતો સર્વે હાથ ધરાયો છે જેમાં સ્ટેશન વિસ્તાર, હસ્તી તળાવ વિસ્તાર સહીત એસ.એ. મોટર્સ વિસ્તારમાં સર્વે કરી ગોલ્ડન એપાર્ટમેન્ટ માં - 21, હસ્તી તળાવ ગુજરાત હાઉસિંગ બોર્ડ માં -190, બેન્ઝીર ટાવર- 24 અને જનતા એપાર્ટમેન્ટ 32 જર્જરિત મકાન ધારકોને નોટીસ ફટાકડી હતી. અને તેવો દિન 15 ની મહેતલ આપી પોતાના મકાન નો જર્જરિત ભાગ ઉતારી લેવાની તાકીદ કરી છે. શહેર માં 2 દિવસ પૂર્વે જ ચોમાસા શરૂઆત થાય એ પૂર્વે મેવાડા ફળીયા માં એક મકાન ધરાશય થયું હતું જેને લઇ આજુબાજુ ના બે મકાન ને પણ ક્ષતિ પહોંચી હતી.

છેલ્લા 5 વર્ષથી શહેરમાં ચોમાસા દરમિયાન 3 થી 4 મકાનો ભારે વરસાદ ના કારણ પડી જવાની ઘટના બની રહી છે. જેને લઇ કોઈ જાનહાની ના સર્જાય તે માટે પાલિકા દ્વારા પુનઃ એકવાર સર્વે હાથ ધરી પ્રાથમિક તબક્કામાં અંકલેશ્વર પૂર્વ અને મધ્ય ભાગ માં સર્વે કરી હાલ 257 જર્જરિત મકાન ધારકોને નોટીસ ફટકારી હતી તેમજ તેમને જર્જરિત મકાન ઉતારી લેવા પણ તાકીદ કરાઈ હોવાનું પાલિકા પ્રમુખ વિનય વસાવા એ જણાવ્યું હતું અને આગામી દિવસો પણ સર્વે ની કામગીરી ચાલુ રહેશે તેમજ જેમને નોટિસ આપી છે. તેવા મકાન નો પુનઃ સર્વે કરવામાં આવશે અને નોટિસ બાદ પણ જર્જરિત ભાગ દેખાશે તો તેમની સામે પાલિકા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...