તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:કોવિડ સ્મશાનમાં એક સપ્તાહમાં એકપણ દર્દીને અગ્નિદાહ નહીં

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લામાં છેલ્લા 1 સપ્તાહમાં કોરોનાના નવા માત્ર 14 કેસ નોંધાયા
  • જિલ્લાના 9 તાલુકા પૈકી 4 તાલુકામાં જ હાલ કોરોનાના એક્ટિવ કેસ

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાની શરૂઆત સાથે સતત કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. જેના સ્વરૂપે હવે રોજના 1 અથવા 2 જ દર્દી કોરોના જિલ્લામાં મળી રહ્યા છે. ગત સપ્તાહમાં 7 દિવસમાં 14 દર્દી સામે આવ્યા છે જેમાં 21મી જૂનના રોજ 5 દર્દીઓ નોંધાયા હતા. તો જિલ્લામાં સૌથી મોટી રાહત મૃત્યુ દરમાં જોવા મળી છે.

છેલ્લા એક સપ્તાહમાં એક પણ વ્યક્તિને કોરોના સ્મશાન ગૃહ ખાતે અગ્નિદાહ આપવામાં આવ્યો નથી. જિલ્લામાં કુલ 10689 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. જેમાં સત્તાવાર મૃત્યુ આંક 117 પર છે. જયારે 10558 દર્દી ને કોરોના સારવાર બાદ રજા અપાઇ છે.

તો હાલ જિલ્લામાં 14 દર્દી જ એક્ટિવ છે. જેમાં ભરૂચમાં 10, વાલિયામાં 1 ઝગડીયામાં 2, અને અંકલેશ્વરમાં 1 કોરોના દર્દી એક્ટિવ છે. જયારે હાલ આમોદ, જંબુસર, વાગરા, નેત્રંગ , હાંસોટ, તાલુકામાં એક પણ દર્દી એક્ટિવ નથી જયારે અર્બનમાં 3 અને 11 દર્દી રૂલર વિસ્તારમાં એક્ટિવ છે ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટવાની સાથે દર્દી ની સંખ્યા અને મૃત્યુદર પણ ઘટી જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...