મહિલાઓએ કરી ડૂબતા સૂરજની પૂજા:અંકલેશ્વરમાં રહેતા ઉત્તર ભારતીયોએ પરંપરાગત છઠ પૂજાનો પ્રારંભ કર્યો: મહિલાઓએ પરિવાર માટે નિર્જરા વ્રત રાખ્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં વર્ષોથી પોતાની માતૃભૂમિ છોડી કર્મભૂમિ તરીકે અપનાવનારા ઉત્તર ભારતવાસી પરિવારો દ્વારા છઠ પૂજા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં સંજાલી ખાતે ડૂબતા સૂર્યની પૂજા કરી છઠ પૂજાનો પ્રારંભ ધારાસભ્યે કરાવ્યો હતો. અંકલેશ્વરમાં ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા,કોસમડી, કાપોદ્રા સહીત ગામમાં વસવાટ કરતા પર પ્રાંતીય સમાજ દ્વારા ડૂબતા સૂર્યને અર્ક અર્પણ કરી પૂજા કરી વ્રતની શરૂઆત કરી હતી.

મહિલાઓ નિર્જરા વ્રત રાખીને પ્રાર્થના કરે છે
અંકલેશ્વરને પોતાની કર્મ ભૂમિ બનાવનાર ઉત્તર ભારતના લોકો અઅહીંયા વસવાટ કરે છે. જો કે અંકલેશ્વર જ પોતાની કર્મભૂમિ બનાવનારા ઉત્તર ભરતીઓએ અહીં જ પરંપરાગત છઠ પૂજા ઉત્સવ ઉજવણી શરૂઆત કરી છે. તિથિ પ્રમાણે છઠ પૂજા 4 દિવસની હોય છે.આ દરમિયાન ઉપવાસીઓ સતત 36 કલાક પાણી વગરનો ઉપવાસ રાખીને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવે છે. છઠ પૂજા દરમિયાન પૂજા ઘણી વિધિઓ સાથે કરવામાં આવે છે.જેમાં સાંજે ડૂબતા સૂર્ય ભગવાનને અર્ધ્ય ચઢાવવામાં આવે છે. આ પછી બીજા દિવસે સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને સૂર્યોદય સમયે અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે અને પછી પસાર થઈને વ્રત પૂર્ણ કરવામાં આવે છે.

વૈદિક મંત્રોચ્ચાર સાથે છઠ પૂજાનો પ્રારંભ કરાયો
અંકલેશ્વરના ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા , કોસમડી, કાપોદ્રા, સંજાલી,પાનોલી સહીત ગામમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સાથે 4 દિવસીય છઠ પૂજાની શરૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે પાનોલી ઔદ્યોગિક વસાહતને લઇ 3000 થી વધુ ઉત્તર ભારતીય સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. જેને લઇ જન સેવા પ્રભુ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ છઠ પૂજા સમિતિ દ્વારા સંજાલી-પાનોલી નહેર પાસે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ છઠ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...