શિક્ષણ:બે વર્ષે આંગણવાડીમાં ભૂલકાઓનો કોલાહલ, પ્રથમ દિવસે 32 % હાજરી

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના બાળકોના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે છૂટછાટ આપતાં પ્રિ-પ્રાયમરી સ્કૂલો શરૂ

રાજ્ય સરકારે પ્રિ-પ્રાયમરી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો ઓફલાઈન શરૂ કરવાની મંજૂરી આપતાં ભરૂચ જિલ્લામાં પણ સ્કૂલમાં નાના ભૂલકાંઓ પહોંચી ગયા હતા. આંગણવાડી કેન્દ્રો બાળકોનો કલરવથી ગુંજ્યા હતા. આંગણવાડી વર્કરોએ બાળકોને ફૂલ- ચોકલેટ આપી આવકાર્યા હતા. પ્રથમ દિવસે જિલ્લામાં 32 ટકા બાળકો આંગણવાડીમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ભૂલકાઓ ના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રિ સ્કૂલ 17 ફેબ્રુઆરી થી પુનઃ શરૂ કરવા નો મહત્વનો નિર્ણય લેતા અંકલેશ્વર ની આંગણવાડી ઓ બાળકો ના કલરવ સાથે ગુંજી ઉઠી હતી.

વાલીઓની સંમતિ સાથે આંગણવાડી બહેનો એ બાળકોને માસ્ક અને સૅનેટાઇઝ કરી ગુલાબ નું ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા હતા. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે આંગણવાડી અને પ્રિ સ્કૂલ બંધ રહેતા રાજ્યના ભૂલકાઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય આંગણવાડી અને પ્રિ સ્કૂલ પુનઃ શરૂ કરવાનો િર્ણય લીધો છે. અંકલેશ્વરમાં ઇન્ચાર્જ બાળ વિકાસ યોજના અધિકારી રોશન બાનુ રાયલીની ઉપસ્થિતિમાં બાળકોને માસ્ક અને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી આવકાર્ય હતા બાળકોને ડિસ્ટન્સમાં બેસાડી સુખડી-કેળા આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...