રાત્રિના વિચિત્ર અકસ્માત:અંકલેશ્વર નોટીફાઈડ રહેણાંક વિસ્તારમાં રાત્રિના આઇસર ટેમ્પોનો અકસ્માત; ટેમ્પો ઉપર લાગેલી એંગલમાં ભટકાતા ફસાઈ ગયો

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના નોટીફાઈડ રહેણાંક વિસ્તારમાં ભારદારી વાહનો માટે પ્રતિબંધિત હોવા છતાં આઈસર પ્રવેશવા જતા એંગલોમાં ભટકાઈ જવા પામ્યો હતો. ટેમ્પો એન્ગલમાં ભટકાતા ટેમ્પો ફસાઈ ગયો હતો. ત્યારબાદ એંગલ કાપીને ટેમ્પાને બાહર કાઢવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો
અંકલેશ્વર નોટીફાઈડ રહેણાંક વિસ્તારના પ્રવેશદ્વાર પર ગત મોડી રાત્રિના વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર એશિયન પેન્ટ ચોકડીથી જીઆઇડીસી પોલીસ સ્ટેશનથી સરદાર પાર્ક ચોકડી તરફ જતા માર્ગ પર જીઆઇડીસી તરફથી એક આઇસર ટેમ્પો પૂરપાટ ઝડપે સરદાર પાર્ક ચોકડી તરફ ધસી આવ્યો હતો. જ્યાં જીઆઇડીસી પોલીસ મથક પાસેના સુભાષચંદ્ર બોઝ સર્કલ પાસે રહેણાંક વિસ્તારમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવામાં આવેલો હોવા છતાં ટેમ્પો આવતાં એંગલ સાથે સીધો ભટકાયો હતો. જેને લઇ એંગલની ગદર ક્ષતિગ્રસ્ત બની હતી. જ્યારે ટેમ્પા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

ધડાકાભેર ટેમ્પો રોડ પર લાગેલી એંગલમાં ઘૂસી ગયો
આઇસર ચાલક ધડાકાભેર એંગલમાં અથડાતાં ટેમ્પો અંદર ફસાઈ ગયો હતો. જ્યાં ફાયર લશકરોએ ભારે જહેમત બાદ એંગલ કાપોને હટાવ્યા બાદ ટેમ્પો કાઢવામાં આવ્યો હતો. અગાવ પણ એક કિસ્સામાં ટ્રક આજ ચોકડી પર એંગલ-ગદરમાં ઘુસી જવા પામી હતી. ત્યારે સમયાંતરે બની રહેલી આવી ઘટના અટકાવા માટે નોટીફાઈડ ઓથોરિટી દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેએ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...