તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મર્ડર મિસ્ટ્રી:યુવાનની હત્યા કેસમાં નવો વળાંક, આરોપીનો મૃતદેહ નર્મદામાંથી મળ્યો,બંને મર્ડર કિન્નરે કરાવ્યાનો આક્ષેપ

અંક્લેશ્વર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
હર્ષના પરિવારના આક્ષેપ બાદ બંનેની હત્યા મુદ્દે કિન્નર અલ્પેશ શંકાના દાયરામાં - Divya Bhaskar
હર્ષના પરિવારના આક્ષેપ બાદ બંનેની હત્યા મુદ્દે કિન્નર અલ્પેશ શંકાના દાયરામાં
  • અંકલેશ્વરમાં 1 લાખની લેવડ દેવડની તકરાર, અનુમના મર્ડરના ચોથા દિવસે આરોપી હર્ષની લાશ મળી

અંકલેશ્વરમાં 29 મી જાન્યુઆરીના રોજ થયેલી એક લાખ રૂપિયાની લેતીદેતીમાં હત્યાના આરોપીનો મૃતદેહ નર્મદા નદી માંથી મળી આવ્યો હતો. હત્યા ના આરોપી હર્ષ પટેલની હત્યા કે આપઘાત સવાલ ઉભા થયા છે. હર્ષ પટેલ ના મામા દ્વારા અલ્પેશ ભૂરો નામના કિન્નર દ્વારા બને મિત્રોની હત્યા કરી હોવાનો આરોપ મુકવામાંમાં આવ્યો છે. કિન્નરે જ અનૂપ દાસ ની હત્યા કરી છે અને સબૂત છુપાવા મારા ભાણેજ ની હત્યા કરી છે. તેવો મામા દ્વારા સવાલ ઉઠાવ્યો છે. અનુપ અને હર્ષ જોડે વાતચીત કરતો ઓડિયો પણ વાયરલ થયો છે.

અંકલેશ્વરના સરફુદ્દીન -બોરભાઠા રોડ પર અંકલેશ્વર દગા ફળીયામાં રહેતા અનુપ દાસની હત્યા તેના જ મિત્ર હર્ષ પટેલ દ્વારા કરવામાં આવી હતી. રેલ્વે માં નોકરી આપવા માટે લાખ રૂપિયા લીધા હતા જે રૂપિયા પરત માંગતા તેની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ અનુપ ના નાના ભાઈ રૂપમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને રૂપમએ તેની નજર સમક્ષ જ હર્ષ પટેલએ ચપ્પુ મારી હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે ઘટના ના 4 દિવસ બાદ હત્યાનો આરોપી હર્ષ પટેલ મૃત હાલત માં મળી આવ્યો હતો.

હર્ષ પટેલનો મૃતદેહ ભરૂચના કસક નજીક સી ડિવિઝન પોલીસ મથક ના હદ વિસ્તારમાં નર્મદા નદી કિનારે મળી આવ્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં મૃતક હર્ષ પટેલ ના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને તેમના દ્વારા હર્ષ પટેલ ની હત્યા અલ્પેશ ઉર્ફે ભૂરો ઉર્ફે કિન્નર દ્વારા કરી છે.

અલ્પેશએજ બંને મિત્ર અનુપ ને હર્ષ ની હત્યા કરી છે. મૃતક અનુપ ની માતા ના નિવેદન અનુસાર 1 લાખ રૂપિયા અલ્પેશને આપ્યા હતા જે રૂપિયા પરત માંગતા અલ્પેશ નામના કિન્નરેજ પ્રથમ અનુપ દાસની હત્યા કરી છે. અને ત્યારબાદ તેને સાબૂત મિટાવા માટે હર્ષ ની હત્યા કરી નર્મદા નદીમાં નાખી દીધો હોવાનો આરોપ તેના મામા જીતેન્દ્ર પટેલએ કર્યો હતો. અને અલ્પેશ ભૂરોજ મુખ્ય આરોપી છે. અગાવ પણ તેને ત્રણ ચાર હત્યા કરી છે અને જેલમાં જઈ આવ્યો છે. તેણે જ મારા ભાણીયા હર્ષ પટેલ અને અનુપની હત્યા કરી હોવાનો આરોપ મુક્યો છે.

હું તો મરીશ પણ તને પણ છોડીશ નહીં
દગા ફળિયાના અનુપની હત્યાના બનાવમાં તેના ભાઇ રૂપમે ફરિયાદ નોંધાવી છે. તેના ભાઇને મારવા હર્ષ ચપ્પુ લઇને દોડ્યો હોવાનું તેણે ફરિયાદમાં નોંધાવ્યું છે. ત્યારે હત્યાને અંજામ આપતી વેળાં હર્ષ પટેલે અનુપને ઘા કરતી વેળાં હું તો મરીશ પણ તને પણ નહીં છોડીશ તેવી ધમકી આપી હોવાનો ઉલ્લેખ તેણે તેના નિવેદનમાં કર્યો છે.

હાલમાં હત્યામાં એક જ આરોપીની સંડોવણી છે
અંક્લેશ્વર ​​​નાં ​ડીવાયએસપી,ચીરાગ દેસાઇ એ જણાવ્યુ કે, મૃતક અનુપના પરિવારજનોએ તેની હત્યામાં અલ્પેશ કિન્નરની ભુમિકા હોવાના આક્ષેપ કર્યાં છે. જોકે હત્યાની વારદાત વેળાં તેના ભાઇએ માત્ર હર્ષને જ ઘટના સ્થળે જોયો હતો. જેથી હત્યામાં હાલમાં અન્ય કોઇની સંડોવણી સામે આવી નથી. બીજી તરફ હત્યા કરનાર હર્ષનો પણ મૃતદેહ મળતાં મામલામાં બારીકાઇથી તપાસ શરૂ કરાઇ છે.

બંનેની હત્યા હર્ષની કિન્નર પત્નીએ કરી હોવાનો આક્ષેપ
રેલવેમાં નોકરી અપાવવા માટે રૂપિયાની લેતી-દેતી વેળાં અનુપની માતાએ હર્ષ અને તેની કિન્નર પત્ની અલ્પેશને રૂપિયા આપ્યાં હતાં. જે બાદ અનુપની હત્યા તેમજ હર્ષનો મૃતદેહ મળ્યા બાદ હર્ષના પરિવારજનોએ કિન્નર અલ્પેશ પર શંકાની સોંય ચીંધી તેણે જ બન્નેની હત્યાને અંજામ આપ્યો હોવાનો તેમજ તે અગાઉ પણ એક હત્યાના કારસામાં સંડોવાયેલી હોવાનો આક્ષેપ કર્યો છે.

હર્ષ-અનુપની વાતચીતનો ઓડિયો વાયરલ
હત્યાના દિવસે હર્ષ અને અનુપ વચ્ચે ફોન પર વાતચીત થઇ હોવાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં હર્ષે અનુપને તેના માતા-પિતા દ્વારા અપશબ્દો ઉચ્ચાર્યાં હોવાની બાબતને લઇને વ્યથિત હોવાનું જણાવી રહ્યો હતો. ઉપરાંત તેને એકલો મળવા બોલાવી રહ્યો હતો. જોકે, અનુપે તેના ભાઇને સાથે લાવવાની વાત કરતાં તે તેને નહીં લાવવા જણાવી રહ્યો હતો.

સીડિવિઝનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો
ભરૂચશહેરના કસક વિસ્તારમાં નર્મદા નદીના કિનારે સોમવારે સાંજે એક યુવાનનો પાણીમાં ડૂબેલો મૃતદેહ મળી આવ્યો હતો.જેના પગલે ભરૂચ સી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી લાશને બહાર કાઢી તેની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરતા મળી આવેલો મૃતદેહ અંકલેશ્વરના અને ચાર દિવસ પહેલા થયેલી હત્યાના આરોપી હર્ષ પટેલનો હોવાનું ફલિત થયું હતું.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો