નવી બિલ્ડીંગનો ઉદ્ઘાટન સમારોહ:અંકલેશ્વરમાં સજ્જન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરાયું; મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના એ.આઈ.એ. કોમ્પ્લેક્ષ સ્થિત બેઇલ સેમીનાર હોલ ખાતે સજ્જન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનું ઉદ્દઘાટન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા
આજે મંગળવારે અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી (એ.ઈ.પી.એસ.)દ્વારા એ.આઈ.એ કોમ્પ્લેક્ષ સ્થિત બેઇલ સેમીનાર હોલ ખાતે સજ્જન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સની નવી બિલ્ડીંગનો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ કિશોરસિંહ ચાવડાના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણના કાર્યક્રમમાં એ.આઈ.એ.ના પ્રમુખ જશુ ચૌધરી, સજ્જન ઇન્ડિયા કંપનીના અનંથ નારાયણન, એ.ઈ.પી.એસ,ચેરમેન અતુલ બુચ, કન્વીનર દિનેશ પટેલ,ઉદ્યોગ અગ્રણી એન.કે. નાવડિયા,બળદેવ પ્રજાપતિ સહિત અગ્રણી આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...