તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક ચાલકની હત્યાનો મામલો:અંકલેશ્વરમાં ભાંગની ગોળી ખાતા ભત્રીજાને કાકાએ ઠપકો આપ્યો, ભત્રીજાએ પથ્થર મારી કાકાની હત્યા કરી

અંકલેશ્વર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરામ હોટલના કમ્પાઉન્ડ પાસે કાકાની હત્યા કરી ભત્રીજો ફરાર થયો હતો
 • પોલીસે ગણતરીની કલાકોમાં જ ભત્રીજાને ઝડપી પાડ્યો

અંકલેશ્વરના નેશનલ હાઈવે પર આવેલી આરામ હોટલના કમ્પાઉન્ડ પાસે એક ટ્રક ચાલકની હત્યા કરવામાં આવી હતી. ટ્રક ચાલકનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં વિઠ્ઠલ જાદવ નામના યુવકે ટ્રક ચાલકની હત્યા કરી હોવાનું બહાર આવતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક રામલાલ જાદવે ભત્રીજા વિઠ્ઠલને ભાંગની ગોળી ખાવા બાબતે ઠપકો આપ્યો હતો, જેને લઇને ગુસ્સે ભરાયેલા વિઠ્ઠલે પથ્થર મારી રામલાલની હત્યા કરી ફરાર થયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ વિઠ્ઠલને ઝડપી પાડ્યો હતો.

બનાવની વિગતો એવી છેકે, મહારાષ્ટ્રના ઓરંગાબાદ ખાતે રહેતો રામલાલ ઉર્ફે મામા જાદવ પોતાના ભત્રીજા વિઠ્ઠલ જાદવ ગોંડલથી ટ્રકમાં ડુંગળી ભરી આંધ્રપ્રદેશ જવા નીકળ્યો હતો તેઓ અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલી આરામ હોટલના કમ્પાઉન્ડમાં રોકાયા હતા. તે દરમિયાન ભત્રીજાએ ભાંગની ગોળીઓ ખાધી હોવાના બાબતે ઠપકો આપ્યો હતો અને તેને તમાચો મારી દીધો હતો. જેને લઇને ગુસ્સે ભરાયેલા સગા ભત્રીજાએ કાકાને પથ્થર મારી તેઓની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હત્યા અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં હત્યારા વિઠ્ઠલ જાદવને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો