તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ એક માઇનોર ક્રેક:NCTની લાઈનનું ભંગાણ 6 દિવસે પણ યથાવત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માટી અને પથ્થરો ધસી પડતાં સમસ્યા સર્જાઈ

એનસીટી લાઈન ભંગાણ 6 દિવસે પણ યથાવત રહ્યું છે. લાઈન રીપેરીંગ બાદ વધુ એક માઇનોર ક્રેક પડી હતી. માટી તેમજ પથ્થર ધસી પડતા સમસ્યા સર્જાઈ હતી. પુનઃ લેમિનેશન વર્ક શરૂ કરતા રવિવાર સવારે લાઈન શરૂ થવાના એંધાણ ઉભા થયા છે. છેલ્લા 4 દિવસમાં ઉદ્યોગો 1200 કરોડ ઉપરાંત નું પ્રોડક્શન લોસ સામે આવ્યું છે. એ.આઈ. એ એનસીટી સામે રેલી અને ધરણા કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. જિલ્લા કલેક્ટરની મધ્યસ્થી કરવાની સાથે એનસીટી મીટીંગ સમસ્યાનું સમાધાન આવ્યું હતું.

સોમવારે રાત્રે સજોદ પાસે એન.સી.ટી ની લાઈન માં ભંગાણ સર્જાયું છે. જેને લીધે છેલ્લા 4 દિવસથી ઉદ્યોગો સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યા છે. નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બાદ હવે મોટા ઉદ્યોગો નું પણ પ્રોડક્શન ઠપ થઈ જવા પામ્યું છે. જેને લઇ ચાર દિવસમાં ઉદ્યોગોનું પ્રોડક્શન લોશ હવે 1200 કરોડને પાર થઇ ગયું છે. અંકલેશ્વર અને પાનોલી ના 1500 થી વધુ ઉદ્યોગો ને સીધી અસર પહોંચી છે. તો તેની સાથે જોડાયેલા અન્ય 200થી વધુ બરફ તેમજ એન્જીયરીગ વર્ક સહિતના ઝીરો ડિસ્ચાર્જ ઉદ્યોગો પણ હવે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

વહેલી સવારે લાઈન ડ્રાય કરી ચાલુ કરવામાં આવશે
લાઈનનું ગત રાત્રે સમારકામ પૂર્ણ થયા બાદ લેમિનેશન વર્ક સુકાતા તેનું ટેસ્ટિંગ જે માટે કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન માટી ધસી પડવાની સાથે પથ્થર લાઈન પર ધસી પડયા હતા જેને દૂર કરી હાલ પુનઃ માઇનર ક્રેક ને અંદર બહાર લેમિનેશન કોટીંગ કરવામાં આવી રહ્યું છે. જે રાત્રે 9 વાગ્યા સુધીમાં પૂર્ણ થતા વહેલી સવારે લાઈન ડ્રાય કરી ચાલુ કરવામાં આવશે. >પ્રફુલ પંચાલ, એનસીટી, ચીફ ઓપરેશન હેડ.

અન્ય સમાચારો પણ છે...