તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:NCT-પ્રદુષણ ફેલાવતા તત્વો સામે સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર બદલ કેસ કરવા કેન્દ્રમાં ફરિયાદ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમલાખાડીમાં છોડાયેલાં એફ્લુઅન્ટ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળે GPCBને ફરિયાદ કરી હતી
  • પીરામણ પંચાયતના તલાટી રૂબરૂ પંચકેશ કરી પોલીસમાં ક્રિમીનલ કેસ કરવા અરજી આપી હતી

NCT અને પ્રદુષણ ફેલાવતા તત્વો સામે સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર બદલ ક્રિમીનલ કેસ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર માં ફરિયાદ કરી છે. અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા લેખિત ઈ.માધ્યમથી ફરિયાદ કરી હતી. આમલાખાડી માં મોટા બે પાઇપો દ્વારા છોડવામાં બાબત ની અમારી ફરિયાદ જીપીસીબી ને કરાઈ હતી. પીરામણ પંચાયતના તલાટી રૂબરૂ પંચકેશ કરી પોલીસ માં ક્રિમીનલ કેસ કરવા અરજી આપવામાં આવી હતી.આજદિન સુધી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી નથી.

અંકલેશ્વરમાં આવેલી અંકલેશ્વર -પાનોલી અને ઝઘડિયાના મેમ્બર ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ કરીને દરીયામાં નિકાલ કરવાની જવાબદારી નર્મદા ક્લીન ટેક ની છે. તેવા NCT દ્વારા પોતાના પ્લાન્ટ માંથી મોટા બે પાઇપો દ્વારા આમલાખાડી માં મોટા જથ્થામાં ગંદુ પાણી છોડી પર્યાવરણને ગંભીર નુકસાન કરતા જીપીસીબી ની હાજરીમાં સ્થાનિક સામાજિક સંસ્થાના હાથે તારીખ ૧૦/૦૮/૨૧ રોજ ઝડપાયા હતા. અને જીપીસીબીએ ઘટના સ્થળે નિરીક્ષણ કરી તપાસ રિપોર્ટ બનાવ્યો હતો અને સ્થાનિક જીપીસીબી ની કચેરી દ્વારા આ રિપોર્ટ વડી કચેરીએ કાર્યવાહી અર્થે મોકલવામાં આવ્યો હતો.

જે બાદ ગાંધીનગર જીપીસીબી વડી કચેરી દ્વારા NCT ને ૩૦ દિવસ ની મુદત બાદ ની ક્લોઝર નોટીસ આપવામાં આવી છે. નોટિસ મુજબ હવે પછી પર્યાવરણને થયેલ નુકશાન નો અંદાજ લગાવી નાણાકીય દંડ કરવામાં આવશે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા સ્થાનિક પોલીસ કચેરીમાં પણ આ બાબતે લેખિત જાણ કરવામાં આવી હતી .

જોકે ત્યાર બાદ તારીખ ૨૦/૦૮/૨૧ ના પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કેન્દ્ર સરકાર દિલ્હી ખાતે ના જળ શક્તિ વિભાગ, પર્યાવરણ વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ગુજરાત સરકાર ના ગાંધીનગર ખાતેના પોલ્યુશન કંટ્રોલ વિભાગ અને પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ને, સ્થાનિક અંકલેશ્વર,પાનોલી ના જવાબદાર અધિકારીઓ અને ઔદ્યોગિક સમૂહો ના પ્રમુખ ને પત્ર દ્વારા કાર્યવાહી કરવાની તેમજ વારંવાર ના દોષિત એવા NCT અને દોષિત ઉદ્યોગો સામે સુપ્રીમ કોર્ટ ના થયેલ હુકમ મુજબ ક્રિમીનલ કેસ કરવાની માંગણી સહીતની ફરિયાદ કરવામાં આવી હતી.

ક્રિમીનલ કેસ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં ફરિયાદ કરી છે
પીરામણ પંચાયતના તલાટી રૂબરૂ બનાવની જગ્યાનું પંચકેશ કરી પોલીસ માં ક્રિમીનલ કેસ કરવા અરજી આપવામાં આવી હતી જોકે પોલીસ વિભાગ દ્વારા અમારી અરજી પર આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. અમોએ ૨૦/૦૮/૨૧ ના રોજ રાજ્ય અને કેન્દ્ર ના જવાબદાર બધાજ વિભાગો ને લેખિત ફરિયાદ કરી NCT ના જવાબદાર અધિકારીઓ અને દોષિત ઔદ્યોગિક એકમો સામે ક્રિમીનલ કેસ કરવા, NCT ની મંજૂરી રદ કરવી, કેન્દ્ર અને રાજ્ય ના ઉચ્ચ અધિકારીઓની કમિટી બનાવી પર્યાવરણ ને થયેલ નુકશાન ની કીમત નો અંદાજો મેળવવા, અસરગ્રસ્તો અને ખેડૂતોને વળતર આપવા સહીત ની માંગણી સાથે નો પત્ર લખ્યો છે. > સલીમ પટેલ, પ્રકૃતિ સુરક્ષા મંડળ, અંકલેશ્વર

છેલ્લા 2 વર્ષમાં 10થી વધુ ફરિયાદ કરાઈ છે
આમલાખાડીમાં પ્રદુષિત પાણી છોડવાના છાસવારે બનતી ઘટનાને પગલે પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા ગુજરાત પ્રદુષણ કંન્ટ્રોલ બોર્ડમાં RTI કરી માહિતી માંગી હતી કે છેલ્લા 2 વર્ષમાં એમના દ્વારા ખાડીઓમાં થતા પાણીના પ્રદુષણ અને NCT દ્વારા માપદંડો વિરુદ્ધ દરિયામાં છોડવામાં આવતા પ્રદુષિત પાણી સામે કરેલ અલગ અલગ 10 ફરિયાદ સામે કરાયેલ કાર્યવાહીના જવાબમાં જીપીસીબી તરફથી નોટિફાઇડ વિભાગોને નોટિસો આપી છે
અને દંડ પણ કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી. આ નોટિસનો ઉલ્લેખ કરીને ઉચ્ચસ્તરે લેખિત
ફરિયાદ 20.08.21ના રોજ કરવામાં આવી હતી.

જીપીસીબીની NCTને નોટિસ ઓફ ડાયરેક્શન
1. આમલાખાડી માં પ્રદુષિત પાણી છોડવા ના ગુનાહિત કૃત્ય બાબતે
2. વારંવાર અપાયેલ દિશા-નિર્દેશો ઉલ્લંઘન કરવા બાબત,
3. દરિયા માં છોડવામાં આવતા એફલુઅન્ટ માં છેલ્લા એક વર્ષ દરમ્યાન COD,અને NH૩નું પ્રમાણ નિયત માત્રા કરતા વધુ એટલે કે માપદંડ કરતા વધારે હોવા બાબતે અનેક વખત દિશા નિર્દેશો આપ્યા હોવા છતા માપદંડો નું થતું ઉલ્લઘન
4.લાઈન લીકેજ હોવા છતા નોટિફાઇડ વિભાગો અને ઔદ્યોગિક એકમો સાથે યોગ્ય સંકલન ના કરી પ્રદુષિત પાણી રોકવામાં નિષ્ફળ ગયા હોવા બાબતે

અન્ય સમાચારો પણ છે...