અંકલેશ્વર શહેરમાં આજે ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાજી ગડખોલ નજીક નેશનલ હાઇવે નંબર 8 પર જાહેર સભાને સંબોધવાના છે. જેની સંપૂર્ણ તૈયારીઓ ભાજપ દ્વારા પૂર્ણ કરી લેવાઈ છે. આ સભામાં તેમની સાથે અંકલેશ્વર બેઠકના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી સભા ગજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી આજથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. જેમાં ભાજપ પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ઈતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભા યોજીને પ્રચાર અભિયાનની શરૂઆત કરનાર છે. ત્યારે આજે ભરૂચ જિલ્લામાં પણ બીજેપીના સ્ટાર પ્રચારકો રાષ્ટ્રીય નેતાઓ સહિતના મહાનુભાવો વિશાળ જનસભાઓ સંબોધવાના છે.
બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ
જેમાં વાત કરીએ અંકલેશ્વર શહેરની તો જેમાં આજે બપોરના 3 વાગ્યે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ગડખોલ પાસે આવેલા જુના નેશનલ હાઇવે નંબર 8 આવેલા સીએનજી પેટ્રોલ પંપની બાજુમાં સભા સંબોધવાના છે. જેની તમામ તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરી કરી લેવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડની મદદથી સ્ટેજ અને આસપાસના વિસ્તારોનું ચેકીંગ કરી લેવામાં આવ્યું છે. આ સભામાં તેમની સાથે અંકલેશ્વર બેઠકના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ આટોદરીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.