તંત્ર નિદ્રાંધિન:નર્મદા નદીનું વહેણ 31 વર્ષમાં અંકલેશ્વર તરફ દોઢ કિમી ખસ્યું : ભરૂચનો કાંઠો પાણી વિનાનો

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1976ની રેલમાં પ્રથમ વખત અંકલેશ્વર તરફ નર્મદાનું ધોવાણ શરૂ થતાં વહેણ ફંટાયું
  • ભાડભૂત રીવર કમ બેરેજમાં પાળો ઉભો કરવાની યોજના 3 વર્ષે પણ માત્ર કાગળ પર જ

પુણ્ય સલીલા કહેવાતી માં નર્મદાના કાંઠે ભરૂચ શહેર વસ્યું હતું. પરંતુ છેલ્લા 31 વર્ષમાં નર્મદા નદી અંકલેશ્વર તરફ દોઢ કિમી અંદર પ્રવેશી ગઈ છે. નદીનું અંકલેશ્વર તરફ પ્રયાણ થતાં ગોલ્ડન બ્રિજથી ધંતુરીયા ગામ સુધીના 25 કિમીના પટમાં 500 થી વધુ ખેડૂતોએ પોતાની અંદાજિત 1500થી 1800 એકર જમીન ધોવાણમાં જતાં ગુમાવી છે. પ્રોટેક્શન વોલનો સરકારનો લોલીપોપ હજી પણ યથાવત રહેતા હવે જૂના બોરભાઠા, બોરભાઠા બેટ અને સરફુદ્દીન ગામનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.

1976 ની રેલ માં પ્રથમ વખત અંકલેશ્વર તરફ નર્મદા નું ધોવાણ શરૂ થયું હતું. એક વર્ષ બાદ અટકી ગયું હતું હતો. જો કે સરદાર સરોવર ડેમ ના બાંધકામ ની શરૂઆત થતા ધીરે ધીરે પાણી અવરોધતા નદી નો વહેણ અને પ્રવાહ બદલાયો છે. જેને લઇ ગોલ્ડન બ્રિજ થી ધંતુરીયા ગામ સુધી ના નર્મદા કિનારે સત્તત 1990 થી જમીન ધોવાણ શરુ થયું છે. 1990 બાદ આજે 31 વર્ષ સુધી પ્રતિ વર્ષ નર્મદા નદી થી કિનારા ની જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. બોરભાઠા ગામ પાસે દોઢ કિ મી નો જમીનનો પટ ધોવાયો છે.

મહામૂલી જમીન ગુમાવનાર ખેડૂતો હવે ઘર ગુમાવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે આવેલી નર્મદા ના પૂર માં બોરભાઠા સ્મશાન ગૃહ પાસે જમીન ગેબિયન વોલ નો પારો ધોવાઈ જતા હવે બોરભાઠા ગામ ના અસ્તિત્વ પર સવાલ ઉભો થયો છે. ચાલુ વર્ષે નર્મદા માં પાણી છોડાય તો આખો પટ ધોવાણ સાથે ગામ ના ધરો પણ ધોવાણ માં લે તેવી સ્થિતિ સર્જાય છે. ભાડભૂત રીવર કમ બેરેજ માં પારો ઉભો કરવાની યોજના આજે 3 વર્ષે પણ કાગળમાં જ છે. તંત્ર દ્વારા હાલ મેટલ પેચ વર્ક કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ કરી રહ્યા છે.

  • 1.5 કિમી નર્મદા નદી અંકલેશ્વર તરફ સરકી
  • 500 થી વધુ ખેડૂતો જમીન વિહોણા બન્યા
  • 1500 થી 1800 એકર જમીન પાણીમાં ગરક
  • 9 થી વધુ ગામની જમીનને અસર
  • 44 કરોડની સંરક્ષણ દિવાલ બનાવાની યોજના 2014 થી અધ્ધર તાલ
  • 1990 થી શરુ થયું સત્તત જમીન ધોવાણ

ચોમાસામાં નર્મદા ડેમનું પાણી નદીમાં છોડાશે અથવા પુર આવશે તો ઘરો પણ ધોવાશે
મારા બાપ-દાદા કહે છે કે ગામના નર્મદા નદી વિસ્તાર નો સીમાડો દોઢ કિમી સુધી હજી દૂર હતો જેમાં ગૌ ચરણ થી માંડી અનેક ખેતર અને વાડી ઓ આવેલી હતી આજે આ તમામ દોઢ કિ મી નો પટ ધોવાઈ ગયો છે. તો ગત વર્ષે બોરભાઠા ગામ પાસે સ્મશાનગૃહ પાસે 2013 માં મોટા મોટા પથ્થરો નાંખી ગેબિયન વોલ ઉભી કરી હતી. જેથી ગામ બચી શકે પણ હવે ગત વર્ષે પૂરમાં તે પણ નીકળી ગઈ છે. જમીન ધોવાણ શરુ થયું છે ચાલુ વર્ષે નર્મદા નદી ડેમમાંથી પાણી છોડવામાં આવે કે પૂર આવે તો જમીન બાદ હવે ગામમાં અમારા ઘરો પણ પૂર માં ધોવાઈ જશે. તંત્ર દ્વારા ત્વરિત અસર થી અહીં મેટલ પેચ વર્ક કરી અમારા ગામ ને બચાવી લે તેવી અમારી માંગ છે .> ધનેશ આહીર, અગ્રણી બોરભાઠા બેટ ગામ.​​​​​​​

ભાડભૂત રીવર કમ બેરેજ યોજના પારો સમાવી 4 વર્ષ થયા છતાં કામ થયું નથી
1991-92 થી નર્મદા નદીમાં જમીન ધોવાણની રજુઆત કરી રહ્યો છું મારા ખેતરोोेोો ગુમાવ્યા છે.2012-13 માં સરફુદ્દીન ગામનો રસ્તો પણ ધોવાયો હતો. જેથી મારા ખેતરમાંથી જમીન આપી રસ્તો આપ્યો છે. અહીં સંરક્ષણ વોલ 4 ફેઝમાં સરફુદ્દીનથી ગોલ્ડન બ્રિજ સુધી બનાવવાની કામ શરૂ થયુ હતું. માત્ર 9 મહિનામાંજ કામગીરી ઠપ થઈ ગઈ હતી અને ધોવાણ સત્તત ચાલી રહ્યું છે.> કયુમન કેલાવાલા, ખેડૂત બોરભાઠા બેટ.

ભાડભૂતમાં સંરક્ષણ વોલની કામગીરીને નજર અંદાજ કરવામાં આવી રહી છે
હાલ ભાડભૂત રીવર કમ બેરેજની કામગીરી ચાલી રહી છે. તેની બાજુમાં સંરક્ષણ વોલનું કામ નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે. જમીનનું ધોવાણ થવાથી પાળાનું નક્કી થયેલ એલાઇમેન્ટ પણ વારંવાર બદલવું પડે છે. અગાઉ 2 વાર એલાઇમેન્ટ બદલવાની જરૂર પડેલી હતી. પ્રથમ 50 % જમીનનો ભાગ અને 50 % નદીની ધોવાણ થયેલ ભાગ મુજબની એલાઇમેન્ટ હતી. > જયેશ પટેલ, માનદ મંત્રી, નર્મદા બચાવો સમિતિ

અન્ય સમાચારો પણ છે...