આશરો:માવઠાને લઇ બે વર્ષે નર્મદા પરિક્રમા અટકી, 1000 શ્રદ્ધાળુ શેલ્ટર હોમમાં

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટમાં પરિક્રમાવાસીઓને શેલ્ટર હોમ અને કતપોરના મંદિરમાં આશરો અપાયો

સમગ્ર વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે ક્યારે અટકેલી નર્મદા પરિક્રમા કોરોના કાળ પૂર્વે અરબી સમુદ્ર માં થયેલ તોફાન ને લઇ 2 દિવસ અટકી પડી હતી. જે બાદ કોરોના કાળમાં એક વર્ષ પરિક્રમા એ આંશિક અસર થઇ હતી. ચાલુ વર્ષે ભક્તો નર્મદા નદી પરિક્રમા માટે ઉમટી પડ્યા છે. ત્યારે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇ કમોસમી વરસાદ ને લઇ પુનઃ એકવાર નર્મદા પરિક્રમા પર બ્રેક વાગી છે.

અંકલેશ્વર - હાંસોટ તાલુકામાં કમોસમી વરસાદને પગલે નર્મદા પરિક્રમા કરતા હજારો પરિક્રમા વાસીઓ ફસાઈ ગયા છે અંકલેશ્વર ના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે અંદાજે 700 જેટલા પરિક્રમા વાસીઓ ને રહેવા તેમજ જમવા સહીત ની સુવિધા પુરી પાડવામાં આવી છે તો હાંસોટ ના વમલેશ્વર ખાતે રેવા સાગર ખાતે વાતાવરણમાં પલટો આવતા સામે કાંઠે જવા માટે હોડી બંધ રહેતા વમલેશ્વર ગામ ખાતે અંદાજે 1 હજાર જેટલા પરિક્રમા વાસીઓ ને ધર્મશાળા , મંદિર અને લોકો માં ધરો માયા આશરો લેવા મજબૂર બન્યા છે. અમરકંટક થી લઈને ભરૂચ સુધી નર્મદા પરિક્રમા પ્રતિ વર્ષ ચાલે છે. આ વખતે પણ પરિક્રમા વાસીઓ નર્મદા પરિક્રમા પૂરી કરવા માટે અંકલેશ્વર અને હાંસોટ પહોંચી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...