ઉજવણી:ઉછાલીમાં નર્મદાનંદજીના 94મા જન્મદિનની ઉજવણી

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારુતિ યાગનો પ્રારંભ કરવામાં આવ્યો

અંકલેશ્વરના ઉછાલી ગામ ખાતેના શ્રી દત્ત આશ્રમમાં પ.પૂ.નર્મદાનંદજી નો 94 માં જન્મદિન ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસીય ઉત્સવના પ્રથમ દિવસે મારુતિ યાગ નો પ્રારંભ કરવામાં કરવામાં આવ્યો હતો. 94 હનુમાન ચાલીસાનુ પઠન, પાદુકા પૂજન તેમજ મહાપ્રસાદીનું 19 મી નવેમ્બરના રોજ યોજાશે.

અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે આવેલ શ્રી દત્ત આશ્રમ ખાતે પ.પૂ.નર્મદાનંદજી મહારાજના 94 માં જન્મદિન પ્રસંગે તારીખ 18 મી નવેમ્બર ગુરુવારના રોજ મારુતિ યોગ થી બે દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આશ્રમ ખાતે દંપતીઓ બેસી પૂજા અર્ચના સાથે મારુતિ યાગ નો પૂજા કરી હતી. આજે 19 મી નવેમ્બરના રોજ સવારે 5થી 7 કલાકે પાદુકા પૂજન તેમજ 94 હનુમાન ચાલીસાનું પઠન સવારે 7 થી 12 કલાક દરમ્યાન કરવામાં આવશે. આ ઉપરાંત મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...