અંકલેશ્વરમાં આડા સંબંધની શંકા માં પત્ની હત્યા પતિએ કરી હોવાની ઘટના સામે આવી છે. સારંગપુરની આદર્શનગરમાં પત્નીને મૂઢ માર મારીને મોતને ઘાટ ઉતારી હતી. પતિ ના માર થી પત્નીને મોઢા, ગળા ના અને ગુપ્ત ભાગ માં ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યુ હતું. જીઆઇડીસી પોલીસે હત્યારા પતિને ઝડપી પાડવાના ટીમ રવાના કરી હતી.સારંગપુર પાસે આવેલ આદર્શ નગરમાં રહેતા સદામ હુસેન સમસુલહુદા ચૌધરી એ તારીખ 8 મી જાન્યુઆરી શનિવારના રોજ વહેલી સવાર ના અરસામાં પોતાની 25 વર્ષીય પત્ની મોબસેરા ખાતુન ચૌધરી ને આડા સંબંધની શંકા રાખી માર માર્યો હતો.
પતિ સદામહુસેન દ્વારા પત્ની મોબસેરા ખાતુન ને મોઢા તેમજ ગળા ના ભાગે મુંઢ માર માર્યો હતો. પતિની અસહ્ય ક્રૂરતા સામે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મોબસેરા ખાતુન નું મોત નીપજ્યું હતું .બનાવ અંગેની જાણ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક મોબસેરા ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર નગરપાલિકા ડિસ્પેન્સરી ખાતે ખસેડી ફરાર હત્યારા પતિ સદ્દામ હુસેન ચૌધરી વિરુદ્ધ હત્યા નો ગુન્હો દાખલ કરી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.