તપાસ:અંદાડામાં મોબાઈલ બાબતે ઝઘડો થતા મિત્રે જ સિમેન્ટનો બ્લોક મારી મિત્રની હત્યા કરી

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો નોંધાતા ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડ્યો

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ના શિવ મંદિરની પાછળના ભાગે ખાતે બે મિત્રો વચ્ચે મોબાઈલ ફોન બાબતે ઝઘડો થતા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો, સિમેન્ટના બ્લોક માથામાં મારી ને મિત્ર એ જ પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા શહેર પોલીસે ગણતરીના કલાકો માં હત્યારા મિત્ર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વર માં રહેતા ભરત લક્ષ્મણજી મણવર છુટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે, અને તેના બે મિત્રો સંતોષ સિંહ સાથે અંદાડા ગામ ખાતે શિવ મંદિર નજીક ભેગા થયા હતા. જ્યાં મોબાઈલ બાબતે બંને મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

દરમિયાન બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલા સંતોષ સિંગે નજીકમાં પડેલાો સિમેન્ટનો બ્લોક ભરત મણવર ના માથામાં મારી દીધો હતો જેમાં ગંભીર ઈજા ના કારણે ભરત મણવર નું મોત નીપજ્યું હતું. સંતોષ સિંગે સિમેન્ટના બ્લોક મારી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગેની જાણ મૃતક ભરત ના ભાઈ માવજી મણવર ને થતા તેઓ અંદાડા ખાતે દોડી ગયા હતા

અને શહેર પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ અર્થે અંકલેશ્વર ની ડિસ્પેન્સરી દવાખાના ખાતે ખસેડી પેનલ પી.એમ કરાવ્યું હતું. તેમજ હત્યારા મિત્ર સંતોષ સિંગ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કવાયત આરંભી ગણતરી ના કલાકો માં જ તેને અંદાડા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. અને કોવિડ ટેસ્ટ કરાવી તેની વિધિવત ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...