કોરોના વોરિયર્સ:ભરૂચના મુસ્લિમ યુવાને કોરોનાના 220 દર્દીની અંતિમવિધિ કરી, કહ્યું: 'પરિવાર મૃતદેહ પાસે આવવા તૈયાર નથી હોતો તેમને હું અગ્નિદાહ આપુ છું'

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોવિડ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી રહેલો મુસ્લિમ યુવાન - Divya Bhaskar
કોવિડ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી રહેલો મુસ્લિમ યુવાન
  • કોરોના મહામારીએ જાતિવાદની માન્યતા પણ ભાંગીને માનવતાવાદને વેગ આપ્યો
  • જ્યાં કોવિડ મૃતકને સ્વજનો અગ્નિદાહ આપવા કતરાય છે, ત્યાં મુસ્લિમ યુવાન અંતિમવિધિ કરીને ગૌરવ અનુભવે છે
  • રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશનગૃહમાં ફરજ બજાવતા યુવાને 220થી વધુ કોવિડ દર્દીની અંતિમ ક્રિયા કરી
  • પૂર હોય કે પરિવારના સ્વજનના હોય મુસ્લિમ યુવાને માનવતાની ફરજ નિભાવી

કોરોનાના દર્દીના મૃતદેહ પાસે જતા પણ તેના પરિવારજનો ડરતા હોય છે, ત્યારે રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશનગૃહમાં ફરજ બજાવતા મુસ્લિમ યુવાને કોરોનાના 220થી વધુ દર્દીઓને અગ્નિદાહ આપ્યા છે. પૂર કે હોય કે પછી પરિવારજનો ન હોય મુસ્લિમ યુવાને રિયલ કોરોના વોરિયર બનીને પોતાની ફરજ નિભાવી છે.

મુસ્લિમ યુવાન નાતજાતના ભેદભાવ વિના અંતિમ સંસ્કાર કરે છે
કોરોના મહામારી હવે હિન્દુ-મુસ્લિમના ભેદ ભૂલાવીને સમાજને નવી રાહ ચિંધી રહી છે. ભરૂચનો મુસ્લિમ યુવાન ઇરફાન મલેક કોવિડ સ્મશાનગૃહ ખાતે હિન્દુ વિધિ વિધાન સાથે કોવિડમાં મૃત્યુ પામેલા લોકોને અગ્નિદાહ આપી રહ્યો છે. ઇરફાન અને તેમની ટીમ દ્વારા અત્યાર સુધી 220 ઉપરાંત કોવિડ મૃતદેહોને અંતિમ સંસ્કાર કર્યાં છે. ભરૂચનો મુસ્લિમ યુવાન કોરોના મહામારીમાં નાતજાતના ભેદભાવ વગર હિન્દુ દર્દીઓના મૃતદેહોના અંતિમ સંસ્કાર કરે છે.

કોરોના વોરિયર યુવાનનું સન્માન કરાયું
કોરોના વોરિયર યુવાનનું સન્માન કરાયું

અમારી અને અમારા પરિવારની પરવા કર્યાં વિના આ કામ કરીએ છીએ
ઇરફાન મલેકે જણાવ્યું હતું કે, અમે અમારી અને અમારા પરિવારની પરવા કર્યાં વગર અમે આ કામ કરીએ છે, જેનો અમને આનંદ થાય છે. આજે ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓના મૃતદેહને તેમના સ્વજનો પણ હાથ લગાવવા તૈયાર નથી. એવા મૃતદેહને અમે હિન્દુ વિધિથી અંતિમ સંસ્કાર કરીએ છીએ. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સની કામગીરી કરીને ગૌરવ અનુભવુ છું.

પૂરની સ્થિતિમાં પણ કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર કર્યાં હતા
પૂરની સ્થિતિમાં પણ કોરોનાના દર્દીના અંતિમ સંસ્કાર કર્યાં હતા

માનવતાને જીવંત રાખવાની ખુશી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જે કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહ પાસે પરિવાર આવા તૈયાર નથી હોતો નથી, તેવા મૃતદેહને હું અગ્નિદાહ આપુ છું અને તેને ધાર્મિક વિધિ સન્માન સાથે કરું છું. જેનો મને અનોખો આનંદ છે કે, હું માનવતાને હજી પણ જીવંત રાખી શક્યો છે.

કોરોના દર્દીની અંતિમ ક્રિયા કરી રહેલો ઇરફાન મલેક
કોરોના દર્દીની અંતિમ ક્રિયા કરી રહેલો ઇરફાન મલેક

મુસ્લિમ યુવાનનું સન્માન કરાયું
ઇરફાન મલેકને તેની આ સેવા બદલ વિવિધ સંસ્થા દ્વારા સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું, ત્યારે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકે પોતાની ફરજ નિષ્ઠા અદા કરવા બદલ કોવિડ સ્મશાનગૃહની ટીમ અને તેમના સંચાલક ધર્મેશ સોલંકી પણ ગર્વ લાગણી અનુભવી તેને અભિનંદન પાઠવ્યા હતા.

કોરોના એમ્બ્યુલન્સમાં ઇરફાન મલેક
કોરોના એમ્બ્યુલન્સમાં ઇરફાન મલેક

(અહેવાલ અને તસવીરોઃ હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)

અન્ય સમાચારો પણ છે...