કોરોના કહેર:રાજ્યના સૌપ્રથમ કોવિડ સ્મશાનમાં મુસ્લિમ યુવકે 220થી વધુ મૃતદેહોની અંતિમક્રિયા કરી

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્વજનો હાથ લગાવવા પણ તૈયાર નથી તેવા મૃતદેહોને કાંધ આપી અગ્નિ સંસ્કાર કરેે છે

કોરોનાએ જાતિવાદની માન્યતા ભાંગી નાખી છે, તેનો જીવતો જાગતો પુરાવો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. રાજ્યના સૌપ્રથમ કોવિડ સ્મશાનગૃહમાં ફરજ બજાવતા મુસ્લિમ યુવાન ઇરફાન મલેકે 220થી વધુ મૃતકોની અંતિમક્રિયા કરી છે. પૂર કે પછી સ્વજન ન હોય માનવતા દાખવી યુવાન ફરજ નિભાવી ગર્વ અનુભવી રહ્યો છે.

કોવિડ સ્મશાનનો કોન્ટ્રાક્ટ શુક્રવારથી છોડી દેવાની સંચાલકની જાહેરાત વચ્ચે હૃદય સ્પર્શી વાત બહાર આવી છે. મૃતદેહની અંતિમક્રિયા માટે 5 જણની ટીમ પૈકી એક ઇરફાનનો પણ સમાવેશ થાય છે. ઇરફાન મૃતકોને કાંધ આપવા ઉપરાંત સ્મશાનમાં લાકડા ગોઠવવાથી લઇ અગ્નિદાહ પણ આપી રહ્યો છે. અત્યાર સુધી 220 થી વધુ મૃતદેહોની અંતિમક્રિયા કરી છે.ઈરફાન મલેકે જણાવ્યું હતું કે હાલ કેટલાય પોઝિટિવ મૃતદેહને તેમના જ સ્વજનો હાથ લગાવવા પણ તૈયાર નથી ત્યારે એવા મૃતદેહને અમારા દ્વારા હિન્દુ વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવે તેની અમને ખુશી છે. હું ધાર્મિક વિધિ સન્માન સાથે કરું છું. મને અનોખો આનંદ એ છે કે હું માનવતાને જીવંત રાખી શક્યો છું. ઈરફાન મલેકને તેની આ સેવા બદલ બુધવારે વિવિધ સંસ્થા દ્વારા સન્માનપત્ર આપી તેની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...