વિદ્યાર્થીઓને કરાયું ગણવેશનું વિતરણ:અંકલેશ્વરની જીનવાલા સ્કૂલમાં માતા-પિતા વગરના વિદ્યાર્થીઓને પાલિકા પ્રમુખના હસ્તે ગણવેશનું વિતરણ કરાયું

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ઈએનજીનવાલા હાઈસ્કૂલમાં માતા-પિતા વગરના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ નગર પાલિકા પ્રમુખના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓ હાજર રહ્યા હતા.

માતા-પિતા વગરના બાળકોને ગણવેશ વિતરણ કરાયું
અંકલેશ્વરની ઈ.એન.જીનવાલા હાઈસ્કૂલમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા માતા- પિતા વગરના 15 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નગરપાલિકાના સભ્ય અને પાલિકાની બાગ કમિટીના ચેરમેન આમિર મુલ્લા.દ્વારા ગણવેશ ફાળવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વર પરમાર હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં શાળના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...