તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મુલદ પાસે બે ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની : 5 લોકોનો આબાદ બચાવ

અંકલેશ્વર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાંથી પસાર થતા ને.હા. 48 પર મુલદ પાટિયા પાસે ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલતી ટ્રકમાં કાર ભટકાયા બાદ પાછળથી કારમાં અન્ય એક ટ્રક ભટકાઈ હતી. જેમાં કારનો સેન્ડવીચ બની ગઇ હતી. જોકે કારમાં સવાર 5 લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...