તપાસ:અંદાડા ગામેથી મુકબધીર સગીરા ગુમ, CCTV ફૂટેજમાં જતી દેખાઇ, 16 વર્ષીય પૂજા મુકબધીર છે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પરિવારે 3 દિવસની શોધખોળ બાદ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • બિહાર સહિત જિલ્લાના અનેક સ્થળે તપાસ

અંકલેશ્વર અંદાડા ગામેથી મુકબધીર સગીરા ગુમ થતા પરિવારની શોધખોળ આરંભી હતી. પરિવાર દ્વારા 3 દિવસની શોધખોળ બાદ ના મળી આવતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરપ્રાંતીય 16 વર્ષીય પૂજા મુકબધીર છે. પરિવાર દ્વારા બિહાર સહીત જિલ્લાના અલગ અલગ સ્થળે તપાસ કરી હતી. અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે આવેલ વાધી રોડ પરની ગોકુલધામ સોસાયટીમાં મૂળ બિહારના બ્રિજેશ માજીની સંબંધીની 16 વર્ષીય પૂજા કુમારી અંબિકા માંઝી ગત તારીખ 12મીના રોજ સાંજે 6 વાગ્યાના ઘરની કોઈને કહ્યાં વગર નીકળી ગઈ હતી. જે મોડે સુધી ઘરે પરતના આવતા પરિવાર દ્વારા શોધખોળ આરંભી હતી.

પરિવાર દ્વારા સોસાયટીમાં લાગેલા અલગ અલગ સીસીટીવીમાં તપાસ રાતે સગીરા સોસાયટીમાંથી નીકળી રોડ તરફ જતા નજરે પડી હતી. પરિવાર દ્વારા એ દિશામાં પણ તપાસ કરતા મળેલ નહી જેથી અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ યુવતીના વર્ણન અને તપાસ આરંભી હતી. સગીરા પાતળા બાંધાની છે જે મગજની થોડી અસ્થિત અને મુંગી-બહેરી છે. હાલ પરિવાર દ્વારા ના મળી આવતા પોલીસ પર મિત માંડી શોધખોળ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...