અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલના પાર્કીંગમાં પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગે ફંડો બનાવી ક્લીનરે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ ચલાવી છે.
ટ્રકના પાછળના ભાગે દોરડા વડે યુવાને આપઘાત કર્યો
અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલી સહયોગ હોટલ ખાતે ગત મોડી રાત્રીના 1:15 વાગ્યા સમયે પાર્કિગમાં પાર્ક કરેલી ટ્રકના પાછળ યુવાન ગળેફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે ટ્રકના ચાલકને જાણ થતા હોટલ સંચાલકનો સંપર્ક કરી અંકલેશ્વર શહેર બી-ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ શહેર બી-ડિવિઝનના પીઆઈ વી.યુ. ગડરિયા તેમજ પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો.
પોલીસે ઘટના અંગે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે
ટ્રકના પાછળના ભાગે દોરડા વડે ફાંસો લગાવી આપઘાત કરનાર યુવાનના પ્રથમ મૃતદેહ નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. મૃતક યુવાન કોણ છે તે જાણવાની કોશિષ કરતા તે ટ્રકનો 44 વર્ષીય ક્લીનર મદનસિંગ બાબુ સિંગ હોવાનું સામે આવ્યું હતું. પ્રથમ દ્રષ્ટિએ ક્લીનર મદનસિંગે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. છતાં પોલીસ દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ માટે પેનલ પી.એમ કરાવી કોઝ ઓફ ડેથ જાણવાની તજવીજ શરુ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.