આંદોલન:જન જાગૃતિ આંદોલન સમિતિનું પ્રતિક ઉપવાસ સાથે આંદોલન

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં કોમન પ્લોટ ટ્રસ્ટને ફાળવી દેવાનો મામલો
  • ટૂંક સમયમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો જલદ આંદોલનની ચીમકી

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે જન જાગૃતિ આંદોલન સમિતિ દ્વારા કોમન પ્લોટ બચાવો અંતર્ગત છેલ્લા 22 દિવસ થી જીઆઇડીસી કચેરી સામે લડત ચાલી રહી છે. અંકલેશ્વર નોટીફાઈડ વિસ્તારમાં કોમન પ્લોટ સ્થાનિક શૈક્ષણિક ટ્રસ્ટ ને ફાળવી દેવાતાં વિવાદ સર્જાયો છે. અગાઉ પણ સ્થાનિકોએ મુખ્યમંત્રીથી લઈને વિવિધ સરકારી તંત્રમાં લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્લોટ ની આસપાસ 15 થી 20 જેટલી સોસાયટી, બાગબગીચો કે જોગર્સ પાર્ક બનાવવાની માંગ કરવામાં આવી છે. સપ્તાહ પૂર્વે 24 ડિસેમ્બર ના રોજ 2000 થી વધુ લોકો બેનર પ્લે કાર્ડ સાથે વિવિધ ચોકડી પર દેખાવ કર્યો હતો.

અને મહારેલી યોજી તંત્ર ના કાન સુધી અવાજ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો જો કે આજે 22 દિવસ બાદ પણ આ અંગે કોઈ નિવારદો આવ્યો નથી. કોમન પ્લોટ નંબર-7ને શૈક્ષણિક ટ્રસ્ટ ને ફાળવી દેવાનો વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત તેનું એલોટમેન્ટ રદ કરવાની માંગ પણ કરવામાં આવી હતી. જનજાગૃતિ આંદોલન સમિતિના અતુલ પટેલ, ખુશાલ રાદડિયા, રમેશ પટેલ, સહિત સ્થાનિકો દ્વારા આજ રોજ વૃંદ રેસિડન્સી કોમન પ્લોટ ખાતે પ્રતીક ઉપવાસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ તેમજ યુવતી પણ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...