વિરોધ:અંકલેશ્વર જીઆઇડીસીનો ખુલ્લાે પ્લોટ શૈક્ષણિક સંકુલને ફાળવવાની હિલચાલ

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટીના રહીશોએ જીઆઇડીસી કચેરીમાં પહોંચી વિરોધ નોંધાવ્યો

અંકલેશ્વર જીઆઇડીસી પ્લોટના મુદ્દે વધુ એક મોરચો મંડાયો છે. અંકલેશ્વર જીઆઇડીસી સાવન ચોકડી પાસે ખુલ્લા પ્લોટ શૈક્ષણિક સંકુલ ને ફાળવવા હિલચાલ સામે વિરોધનો સુર ઉભો થયો છે. પ્લોટ નંબર એચ. 3196,3197,3199 ને લઇ વિવાદ ઉભો થયો છે. સ્થાનિક સોસાયટીના રહીશો દ્વારા જીઆઇડીસી કચેરી ખાતે પહોંચી લેખિત આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે. અગાવ પણ અન્ય જીઆઇડીસી પ્લોટ ને લઇ મોરચો માંડ્યો હતો જે પણ વણઉકેલ્યો પ્રશ્ન બન્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પુનઃ પ્લોટ ફાળવણી ના મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા જીઆઇડીસી કચેરી સામે મોરચો માંડ્યો છે. મહિના પૂર્વે જ જીઆઇડીસી માં રહેણાંક વિસ્તાર પ્લોટ ખાનગી શૈક્ષણિક સંસ્થાને ફાળવી દેવામાં આવતા રહીશો જંગે ચડી વિરોધ નોંધાવ્યો હતો. અને પ્લોટ બચાવા ના મુદ્દે મહારેલી સહીત ઉપવાસ આંદોલન પણ યોજવામાં આવ્યા હતા. જે પ્રશ્ન હજી સુધી રહીશો ઉકેલાયો નથી. ત્યાં હવે જીઆઇડીસી વિઝન સ્કૂલ પાસે આવેલ સાવન ચોકડી પાસે પ્લોટ નંબર એચ. 3196,3197,3199ને કોઈ ખાનગી શૈક્ષણિક સંસ્થાને આપવાની જીઆઇડીસી વહીવટી સંકુલ ની હિલચાલ ની જાણ સ્થાનિક સોસાયટીના રહીશોને થતા તેઓ દ્વારા વિવિધ સોસાયટી ના રહીશો અને સભ્યો દ્વારા રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો.

એશિયન પેન્ટ ચોકડી પર આવેલ જીઆઇડીસી વહીવટી સંકુલ ખાતે પહોંચી જીઆઇડીસી અધિકારીને લેખિત આવેદનપત્ર પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો અને પ્લોટને શૈક્ષણિક સંસ્થા ને ફાળવવા માટે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. જો ફાળવવામાં આવશે તો આ મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી કોર્ટ રાહે જવાની પણ રહીશો એ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...