તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પુત્રે જ ઘરમાંથી 4.33 લાખની ચોરી કર્યાની માતાની ફરિયાદ

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અંકલેશ્વર જીઆઇડીસીમાં બનેલી ઘટના

અંકલેશ્વર જીઆઇડીસીમાં જોગર્સ પાર્ક વિસ્તાર આવેલ શુભલક્ષ્મી સોસાયટીમાં રહેતા અર્પણાબેન અશોક હાતિમએ પેટી પલંગમાં સોના- ચાંદીના દાગીના અને રોકડ મૂકી હતી. તેમના પતિ અશોકભાઈને 20 હજાર રૂપિયાની જરૂર પડતા તેવો રૂપિયા કાઢવા ગયા હતા તે દરમિયાન રૂપિયા ના મળતા તેઓ તપાસ કરતા પોટલુંવાળી મૂકેલા સોના-ચાંદીના દાગીના પણ ન હતા.

જે આધારે તેના દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસ એફએસએલ તેમજ ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટની મદદથી તપાસ આરંભી હતી. અર્પણાબેન દ્વારા પુત્ર અનિકેત હાતિમ પર શંકા વ્યક્ત કરતા પોલીસે અનિકેતની પૂછપરછ માટે અટક કરી હતી.7 તોલા સોનાના દાગીના અને 50 ગ્રામ ચાંદી તેમજ 20 હજાર રૂપિયા મલી કુલ 4.33 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી તેમના પુત્ર અનિકેતની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...