તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:અંકલેશ્વરના 9500થી વધુ વેપારીએ વેક્સિનનું સર્ટી રજુ કરવું ફરજિયાત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન લીધી હોય તો જ 10 જુલાઈ પછી પાલિકા વિસ્તારમાં ધંધો કરી શકશે
  • પાલિકા વિસ્તારમાં વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજવા માગ

અંકલેશ્વરના 9500થી વધુ વેપારીઓ અને 750 થી વધુ લારી તેમજ છૂટક ફેરિયાઓએ હવે વેક્સીન સર્ટી રજુ કરવું પડશે. 10 જુલાઈ થી પાલિકા દ્વારા વેક્સીન નો પહેલો ડોઝ દરેક વેપારી લેવી જરૂરી છે. સરપ્રાઈઝ ચેકીંગ માં ડોઝ લીધા નું સર્ટી રજુ કરવું પડશે. ન લીધો હોય તો જાહેરનામા અનુસાર કાર્યવાહી થઇ શકે છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસાર અંકલેશ્વર નગરપાલિકા મુખ્ય અધિકારી દ્વારા નગરપાલિકા વિસ્તારમાં આવેલ વાણિજ્ય પ્રવૃત્તિ ચલાવનાર વેચાણ કર્તાઓએ તા.10 જુલાઈ સુધી વેક્સીનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત છે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વેક્સીન લીધી ન હોય તેવા વેપારીઓ સામે જાહેરનામા અનુસાર કાર્યવાહી કરાશે, અંકલેશ્વર પાલિકા હદ વિસ્તારમાં આવેલા તમામ વેપારીઓ, લારી, ગલ્લા ધારક, ફેરિયા તથા પાથરણાવાળા કે જે વાણિજ્ય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે તે તમામ લોકો તા.10 જુલાઈ સુધીમાં ફરજીયાતપણે કોરોનાની રસીના પ્રથમ ડોઝ લેવા નો રહેશે. અન્યથા તેવો વેપાર ધંધો કરી શકશે નહિ.

અંકલેશ્વર પાલિકા કચેરી ખાતે હાલ 9500 થી વધુ કોમર્શિયલ દુકાન ધારકો તેમજ 750 થી વધુ લારી ગલ્લા તેમજ છૂટક વેપારીઓ રજીસ્ટર થયા છે. પાલિકા દ્વારા ચેકીંગ દરમિયાન સંસ્થાઓના માલિક તેમજ સંસ્થાના કામ કરતા કર્મચારીઓ એ લીધેલી રસીનું પ્રમાણપત્ર બનાવવાનું રહેશે. એટલું જ નહીં રસી ના લીધી હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવલાલ કોરડીયા એ વધુ માં જણાવ્યું હતું કે કોરોના ની ત્રીજી લહેર પૂર્વે પૂર્વ તૈયારી ઓ ના ભાગ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...