સિનીયર સિટીઝન માટે મેડિકલ કેમ્પનું આયોજન:અંકલેશ્વરમાં 200થી વધુ સિનિયર સિટીઝનોએ કેમ્પનો લાભ લીધો, Dyspના હસ્તે કેમ્પનો શુભારંભ કરાયો

અંકલેશ્વર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝન માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગના અંકલેશ્વર ડિવિઝન દ્વારા શહેરના શેઠના હોલ ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતા હેઠળ સિનિયર સિટીઝન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો ડીવાયએસપી ચિરાગ દેસાઈ સહિત સિનિયર સિટીઝનના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
સરદાર પટેલ હોસ્પિટલના ઓર્થોપેડિક, આંખ તેમજ જનરલ ફિઝિશિયનના નિષ્ણાત તબીબોએ સેવા આપી સિનિયર સિટીઝનનું નિદાન કર્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર, રૂરલ, શહેર બી ડિવિઝન અને જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત 200થી વધુ સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...