ગેસ રિફિલિંગ કૌભાંડ:અંકલેશ્વરમાં મોબાઈલની દુકાનમાંથી કૌભાંડ પકડાયું; ગેસની બોટલમાંથી નાની બોટલમાં જીવના જોખમે વેચાણ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર GIDC પોલીસે કુલ રૂ.9500 નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર GIDC પોલીસે સારંગપુર ગામમાં આવેલી મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ લોકો ઇન્ડિયન ગેસની બોટલમાંથી જીવના જોખમે નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરી વેચાણ કરતા હતા. GIDC પોલીસે સર્ચ દરમિયાન 5 ગેસની બોટલ, વજન કાંટો, રીફીલીંગની પાઇપ મળી 9500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને ગેસ રીફીલિંગ કરાતું હોવાની માહિતી મળી હતી
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને માહિતી મળી હતી કે સારંગપુર ગામમાં મીરાનગરમાં આવેલી મોબાઈલ પાર્ટ્સ એન્ડ એસેસરીઝ નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલિંગની કામગીરીનું કરાઈ રહી છે. જેના આધારે પોલીસે સ્થળ ઉપર પહોંચી સર્ચ કરતા પોલીસને દુકાન માલિક અજય મોતી ભરવાડની દુકાનમાંથી નાની મોટી ગેસની 5 બોટલ, એક વજન કાંટો અને રીફીલીંગની પાઇપ મળી કુલ રૂ.9500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે લોકોના જીવનું જોખમ ઉભું કરી કોઈપણ જાતની મંજૂરી વિના બિન અધિકૃત રીતે ગેસ રિફિલિંગ કરવા બદલ અજય મોતી ભરવાડની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...