શરૂઆત:હાંસોટથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો MLA દ્વારા શુભારંભ

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી યોજના ગામે ગામ સુધી પહોંચાડવાની શરૂઆત કરાઈ

ગામે ગામ સરકારી યોજના પહોંચે અને રાજ્ય સરકાર ના અભિગમ ને પૂર્ણ કરવા માટે હાંસોટ ખાતે થી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. હાંસોટ સ્થિત એ પી એમ સી ખાતે થી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર ની સરકારી યોજના ગામે ગામ સુધી પહોંચે તે અભિગમ ને પૂર્ણ કરવા માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત નાયબ કલેકટર રમેશ ભગોરા દ્વારા સરકારે કરેલા વિકાસના કામોની માહિતી તથા વિકાસ ના કામો ના ખાતમુહૂર્ત અંગેની વિસ્તૃત જાણ કરી હતી દરમિયાન મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને કીટ તથા પ્રમાણપત્ર તથા આંગણવાડી ના દીકરા દીકરી ઓ ને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું તાલુકા વિકાસ અધિકારી હાંસોટ દ્વારા ઉપસ્થિત ગ્રામ જનો નો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી હતી.

ત્યારબાદ રથયાત્રા તાલુકાના ખરચ ગામે પહોંચતા ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ઈશ્વર સિંહ પટેલ દ્વારા લાભાર્થી ઓને પ્રમાણપત્રો નું વિતરણ કરી આંગણવાડીનાં દીકરા દીકરીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને અંતમાં રથને આગળ જવા લીલીઝંડી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...