અંકલેશ્વરના પંચાયતી બજાર વિસ્તારમાં રહેતી એક મહિલા તેની બે નાની બાળકીઓને લઈને ગમ થઈ ગયેલ હતી. જે અંગેની તેના પતિએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ અંકલેશ્વર શહેર પોલીસની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી દિલ્હી નજીક ગાઝિયાબાદના ખોડા વિસ્તારમાંથી મહિલા અને બે બાળકોને શોધી કાઢી અંકલેશ્વર લાવી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.
મહીલા અને બે બાળકો ગુમ થતા પતિએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી
અંકલેશ્વર શહેરના પંચાયતી બજા૨ કબીર મંદી૨ ઘવીવાડ વિસ્તારમાં સબીના યાસ્મીન સફીરૂન ઈસ્લામ નુરૂલ હુદા શેખ ઉ.વ.37 નાઓ પતિ અને બે બાળકો સાથે રહે છે. સબીના શેખ 26 મી જૂન 2022ના રોજ પોતાના બે બાળકો સાથે કોઈ કારણસર ઘેરથી નીકળી ગયા હતા. આ અંગે તેમના પતિએ આસપાસના વિસ્તાર અને પરિવારજનોના ઘરે તપાસ કરતા તે મળી આવ્યા ન હતા. ત્યાર બાદ તેના પતિએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવી હતી.
દિલ્હી જઈને બાળકીને શોધીને લાવી ટીમ
અંકલેશ્વર પોલીસે ગાઝીયાબાદના ખતરનાક ખોડા વિસ્તારમાંથી મહિલા અને બાળકોને શોધી કાઢ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસની ટીમે તપાસ દરમિયાન હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી હકીકતના આધારે અંકલેશ્વરથી બે બાળકીઓ સાથે ગુમ થયા હતા. જે અંગે શહેર પોલીસ મથકના પીએસઆઇ એ.એસ.ચૌહાણ અને મહિલા પોલીસની એક ટીમ હકીકતવાળા સ્થળે દિલ્હી નજીકના ગાઝીયાબાદના ખોડા વિસ્તાર કે જે ઘણો જ ખતરનાર વિસ્તાર તરીકે જાણીતો છે ત્યાં પહોંચ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસની ટીમે ખુબ જ સાવચેતીરુપે મહિલા અને બંનેય બાળકોનું લોકેશન શોધીને અંકલેશ્વર લઇ આવ્યા હતાં. ત્યાર બાદ મહિલાની પુછપરછ કરીને તેનો તેના પતિ અને બાળકો સાથે મિલાપ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.